Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા તાલુકાના જુનીફોટમાં વિજશોકથી યુવાનનું મોત

ખંભાળિયા તાલુકાના જુનીફોટમાં વિજશોકથી યુવાનનું મોત

સિંહણમાં છાતીના દુ:ખાવાથી યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના જુનીફોટમાં રહેતો યુવાન ઘરના પંખાની પીન કાઢવા જતાં વિજશોક લાગતાં મોત નિપજ્યું હતું. ખંભાળિયાના સિહણ ગામમાં રહેતા યુવાનને છાતીમાં દુખાવો થવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના જૂની ફોટ ગામે રહેતા અને એક વાડીએ મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પ્રેમસિંગ માનસિંગ માવી નામના 27 વર્ષના યુવાનને પંખાની પિન કાઢવા જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ તેમના સાથી મુકેશભાઈ જુવાનભાઈ માવીએ અહીં પોલીસને કરી છે.

બીજો બનાવ ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે રહેતા પ્રવિણભાઇ બેચરભાઈ વારસાકિયા નામના 29 વર્ષના યુવાનને ગઈકાલે સોમવારે છાતીમાં દુખાવો ઉપડતા તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ અરવિંદભાઈ બેચરભાઈ વારસાકિયાએ અહીની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular