Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયમોંઘવારીમાં મળશે રાહત, વધુ ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ

મોંઘવારીમાં મળશે રાહત, વધુ ઘટશે પેટ્રોલ-ડિઝલના ભાવ

અમેરિકા જાપાનની જેમ ભારત પણ અપનાવશે અનોખો રસ્તો : જાણો કઇ રીતે ઘટશે ભાવ

- Advertisement -

આગામી થોડા દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે. ભારત સરકારે અમેરિકા અને જાપાન સાથે મળીને એક કાંકરે બે પક્ષી મારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને જાપાન જેવી મહાસતાઓ સાથે વાતચિત બાદ ભારતે પણ પોતાના ક્રૂડ ઓઇલના ઇમરજન્સી રિઝર્વનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે સસ્તા ભાવે સંગ્રહ કરાયેલાં આ જથ્થાથી દેશમાં ઇંધણના ભાવ ઘટશે. જયારે બીજી તરફ ક્રૂડ ઉત્પાદક દેશો (ઓપેક)ને પણ પાઠ ભણાવી શકાશે.

- Advertisement -

પેટ્રોલ-ડીઝલ અને અન્ય ઈંઘણના ભાવને અંકુશમાં લેવા માટે ભારતે જાપાન અને અમેરિકાની સાથે ચાલીને અનોખો રસ્તો અપનાવવાની તૈયારી કરી છે. આ દેશોએ તેમના ઈમરજન્સી રિઝર્વમાંથી ફ્ૂડ ઓઈલ કાઢવાનો નિર્ણય લીધો છે. ઇઢતવ આ અંતર્ગત ભારત સરકાર પણ તેના ભંડારમાંથી 50 લાખ બેરલ કૂડ ઓઈલ બહાર કાઢશે. મિલ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ સરકારી સૂત્રએ આ માહિતી ખાપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ન પગવું આગામી 7 થી 10 દિવસમાં જ લેવામાં આવી શકે છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
નોંધનીય છે કે, ભારતની પાસે પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર કિનારા પર ત્રણ સ્થળોએ બનેલી ભૂગર્ભ ગુકાઓમાં 3.8 કરોડ બેરલ ક્રૂડ ઓઇવ સ્ટ્રેટેજિક રિઝર્વ એટલે કે ઈમરજન્સી ભંડારના રૂપમાં રાખવામાં આવેલ છે. તેમાંથી વગભગ 50 લાખ બેરલ તેલ કાઢવામાં આવશે. આ અનામતની પછી બજારમાં વેચાણ બેંગ્લોર રિફાઈનરી અને પેટ્રો-કેમિકલ્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ બંને કંપનીઓ પાઇપલાઇન દ્વારા આ ઇમરજન્સી રિઝર્વ સાથે જોડાયેલ છે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે સમગ્ર વિશ્વમાં ઇંધણના ભાવ ખૂબ જ ઊંચા છે અને તેના કારણે દરેક દેશના સામાન્ય લોકો પ્રભાવિત છે. આ અગાઉ અમેરિકાએ તેલ ઉત્પાદક ઔપેક દેશો પર ઉત્પાદન વધારવા દબાણ કર્યું હતું જેથી ભાવ નીચે આવે. પરંતુ ઓપેક દેશો સહમત થવા તૈયાર નથી, જેના કારણે અમેરિકાએ હવે અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular