જુનાગઢ શહેરમાંથી મનપા દ્વારા લારી ગલ્લા દુર કરવામાં આવતા ધંધાર્થીઓ જુનાગઢના કમિશ્નર સમક્ષ કાર્યવાહી કરવા માટે પહોચ્યા હતા. આ સમયે એક અરજદાર ઉંચા અવાજે બોલી જતા કમિશ્નર રાજેશ તન્નાને ગુસ્સો આવ્યો હતો અને તેઓએ અરજદારને યુ ગેટ લોસ્ટ કહી દીધું હતું. અરજદારે દલીલ કરતાં કમિશનર ટેબલ ઉપર હાથ પછાડીને ઉભા થઇ ગયા હતા અને અરજદારોને બહાર જવા માટે કહી દીધું હતું. તેમનો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે.
https://twitter.com/khabargujarat/status/1462786732483485701