જામનગર શહેરના પોલીસ સ્ટેશનના રાજકોટમાં રહેતાં કલ્સ્ટર હેડએ બે ખાતેદારોના ખાતા ખોલાવી એટીએમકાર્ડ અને પાસવર્ડનું કવર ગ્રાહકોને નહીં મોકલાવી તેમના ખાતામાંથી 50-50 હજારની મળી કુલ એક લાખની બેંક કર્મચારી વિરૂધ્ધ ઉચાપાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં રહેતાં અને ભારત ફાયનાન્શીયલ ઇન્ફલુઝન ઇન્ડુસલેન્ડ બેંકના કલ્સ્ટર હેડ તરીકે ફરજ બજાવતાં પવનકુમાર ભારતીએ જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની બેંકના કર્મચારી યશરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ નામના કર્મચારીએ ગત તા.18 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધીના સમય દરમ્યાન બેંકના બે ખાતેદારોના તેમની બ્રાંચમાં ખાતા ખોલાવી લોનની અપાતી વેલકમ કીટમાંથી એટીએમ કાર્ડ અને પાસવર્ડનું કવર ગ્રાહકોને ન આપી પોતે ગ્રાહકોની જાણ વગર ખાતામાંથી 50-50 હજાર મળી કુલ રૂા.1 લાખની ઉચાપાત કરી નાસી ગયો હતો.
જેથી કલ્સ્ટર હેડે યશરાજસિંહ ગોહિલ વિરૂધ્ધ ઉચાપાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ આઇ.આઇ.નોયડા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.