સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના કવાર્ટર ફાઇનલમાં દિલધડક રસાકસી બાદ કર્ણાટક સામેની હાર સાથે સૌરાષ્ટ્રની ટીમની સફર સમાપ્ત થઇ છે. જયારે કર્ણાટકની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી છે. સૌરાષ્ટ્રે આપેલો 146 રનનો વિજય લક્ષ્યાંક કર્ણાટકે ફકત એક દડો બાકી રાખીને પાર પાડયો હતો અને બે વિકેટે રોમાંચક જીત મેળવી હતી. કર્ણાટકની ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટે 150 રન કરીને જીત મેળવી હતી. કર્ણાકટ તરફથી અભિનવ મનોહરે 49 દડામાં 2 ચોકકા અને 6 છકકાથી જીત છીનવી લીધી હતી. રોહન કદમે 33 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી સુકાની જયદેવ ઉનડકટે 22 રનમાં 4 વિકેટ લીધી હતી.
આ પહેલા સૌરાષ્ટ્રે ઇનફોર્મ અનુભવી મીડલઓર્ડર બેટસમેન શેલ્ડને 43 દડામાં 3 ચોકકા-3 છકકાથી 50, અર્પિત વસાવડાના 26 અને પ્રેરક માંકડના 23 રન કર્યા હતાં.