- Advertisement -
રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આગામી ત્રણ- ચાર દિવસમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સંભવતઃ તારીખ 20મી સુધી કમોસમી માવઠું વરસવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આગાહીના અનુસંધાને ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ તથા ખુલ્લામાં રહેલા ખેતીના માલ તેમજ પરિવહન દરમિયાન ખેત જણસ સહિતની બાબતે લોકોને નુકસાની ન થાય તે હેતુથી અહીંની કલેકટર કચેરી દ્વારા સંબંધિત તંત્રને સાવચેત રહેવા તેમજ આ માવઠા અંગે લોકોને અને ખાસ કરીને ખેડૂતોને માહિતગાર કરવા જણાવાયુ છે.
આ અન્વયે અહીંના નિવાસી અધિક કલેકટર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર તથા જિલ્લા પુરવઠા અધિકારીને જરૂરી પગલાં લેવા પણ જણાવાયું છે.
- Advertisement -