ગાડીની નંબરપ્લેટથી માંડીને મોબાઈલ સીમના નંબરના વીઆઈપી નંબર લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેવામાં રાજસ્થાનના કોટામાં રહેતા અને બટાકાનો વ્યવસાયકરતાં વેપારીએ બીએસએનએલનો એક વીઆઇપી નંબર અઢી લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
BSNLના ઓનલાઇન પોર્ટલ પર વીઆઈપી મોબાઇલ નંબર હરાજી માટે ઉપલબ્ધ હતો. રાજસ્થાનના કોટાના બટાકા વેપારી તનુજ દુદેજાએ 2.4 લાખ રૂપિયાની બોલી લગાવી આ નંબર મેળવ્યો. એટલા રૂપિયામાં 3 Apple iPhone 13 ડીવાઈસ ખરીદી શકાય છે.
આ નંબર એક અઠવાડિયાથી હરાજીમાં હતો. બિડિંગ 20,000 રૂપિયાથી શરૂ થઈ હતી અને 2 લાખ રૂપિયાથી વધુ ગઈ હતી. અને વેપારીએ 2લાખ 40હજારમાં બીએસએનએલના વીઆઈપી નંબર મેળવ્યો. જેના અંતમાં સતત 6 ઝીરો આવે છે. BSNLના એક કર્મચારી મુજબ દુદેજાને VIP મોબાઇ નંબર પસંદ છે. અ આગાઉ પણ તેઓએ 1લાખ રૂપિયામાં વીઆઈપી નંબર ખરીદ્યો હતો.