જામનગર તાલુકાના રામપર ગામના વાડી વિસ્તારમાં રહેતી અને મજુરી કામ કરતી મહિલાને તેના ખેતરમાં સાપ કરડી જતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના રામપર ગામના વાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન વિનુભાઇ કટારા(ઉ.વ.37) નામની મહિલા વાડીમાં મજૂરી કામ કરતા હતાં ત્યારે સાપ કરડી જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણ તેના પતિ વિનુભાઇ મનુભાઇ કટારા દ્વારા જાણ કરતાં હેકો. એચ.સી.ચોટલિયા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.