દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં રહેતા યુવાનને તેના પરિવારજનોએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા વિજયભાઈ લખમણભાઈ ચેતરીયા (ઉ.વ 27) વર્ષના યુવાને પોતાના હાથે ઘરમાં રહેલી ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાનને રાત્રિના મોડે સુધી બહાર ફરવાની ટેવ હોય, જે અંગે તેમના વડીલોએ ઠપકો આપતા તેમને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે ભાણવડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઠપકાથી વ્યથિત સણખલાના યુવાને ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી
આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી