જામનગર શહેરમાં રણજીત રોડ પર રહેતા વેપારી યુવાને કરેલા મારમારીના કેસનો ખાર રાખી શખ્સે વેપારીને ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીત રોડ પર રહેતા વેપારી અસગર હુશેન અબ્બાસભાઇ શેખ નામના યુવાને વલ્લી ઈસા પીંજારા સામે મારમારીનો કેસ કોર્ટમાં ચાલુ હતો તે બાબતનો ખાર રાખી વલી પીંજારા એ ગત સોમવારે સાંજના સમયે વેપારી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વેપારી એ વલી પીંજારા સામે વધુ એક ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.