Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતરહેણાંક અને કોમર્શિયલ સ્થાનો માટે સરકાર બનાવશે CCTV પોલિસી

રહેણાંક અને કોમર્શિયલ સ્થાનો માટે સરકાર બનાવશે CCTV પોલિસી

કોમર્શિયલ હાઉસમાં ફરજિયાત અને રહેણાંકમાં મરજિયાત રહે તેવી સંભાવના

- Advertisement -

રાજયમાં વધતી જતી ગુન્હાખોરી અને તેના ઉકેલમાં સીસીટીવીની ભૂમિકાને ધ્યાનમાં રાજય સરકાર આગામી દિવસોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે એક ખાસ પોલિસી લાવવા જઇ રહી છે. આ અંગે રાજયના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, તેના નિયમો અને ધારાધોરણો હવે તૈયાર કરવામાં આવશે. આ પોલિસી અંતર્ગત મોટા કોમર્શિયલ હાઉસમાં સીસીટીવી ફરજિયાત કરવામાં આવશે. તો બીજી તરફ હાઉસિંગ સોસાયટી અને રહેણાંક એપાર્ટમેન્ટમાં મરજિયાત રાખવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવ વધી રહ્યાં છે ત્યારે આવી ઘટનાઓને ઉકેલવામાં મદદ મળી રહી તે માટે સીસીટીવી મહત્વની ભૂમિકા ભજવી રહયા છે તેવા સંજોગોમાં સીસીટીવીનું કવરેજ વધે તે માટે રાજયના ગૃહવિભાગ દ્વારા એક પ્રપ્રોઝલ તૈયાર કરવામાં આવી હતી જેને રાજય સરકાર દ્વારા સૈધ્ધાંતિ મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા આ નવી પોલિસી અંગે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સીસીટીવી અંગેના નિયમો તૈયાર કરવામાં આવશે જે મુજબ તમામ મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને બિઝનેસ હાઉસમાં સીસીટીવી સર્વેલન્સ ફરજિયાત થશે. જયારે રહેણાંક સોસાયટીઓમાં સરકાર ફરજિયાત કરવા માંગતી ન હોવાનું સૂત્રો જણાવી રહયા છે. જો કે, રહેણાંક સોસાટીઓને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવશે. આ સાથે એક કમિટીની રચના કરવામાં આવશે. જેમાં એક પોલીસ મથક અને વહિવટી અધિકારીનો સમાવેશ કરાશે. કમિટીની મંજૂરી બાદ સોસાયટીમાં સીસીટીવી લગાવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular