Monday, December 30, 2024
Homeરાષ્ટ્રીય15000 કરોડનું કૌભાંડ સામે આવતા દેશમાં ખળભળાટ, CBIએ ફરિયાદ દાખલ કરી

15000 કરોડનું કૌભાંડ સામે આવતા દેશમાં ખળભળાટ, CBIએ ફરિયાદ દાખલ કરી

નીરવ મોદીએ પીએનબીમાં આચરેલા કૌભાંડ કરતા પણ આ કૌભાંડ મોટું

- Advertisement -

- Advertisement -

યુપીમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીના કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ ખુલ્યું છે. ઉત્તરપ્રદેશ,અ રૂ. 15,000 કરોડના કૌભાંડની તપાસ શરૂ કરતા સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. બાઇક ટેક્સી કૌભાંડ માટે રોકાણ કરવામાં આવ્યું હતું અને કંપનીને બરબાદ કરવામાં આવી હતી. સીબીઆઈએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર સંજય ભાટી અને અન્ય 14 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

- Advertisement -

સંજય ભાટીએ પ્રાઉડ ઈનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડના નામથી કંપનીની રચના કરી હતી. કંપનીએ બાઇક બોટ નામની સ્કીમ શરૂ કરી હતી. કંપનીએ રોકાણકારોને 1,3,5 અથવા 7 બાઇકમાં રોકાણ કર્યા બાદ આકર્ષક વળતર ઓફર કર્યું હતું. કહેવામાં આવ્યું હતું કે બાઇક ટેક્સી સ્કીમ છે અને તેમાં પૈસા લગાવવાથી લોકોને મોટું રિટર્ન મળશે. લોકોએ આ યોજનાને હાથમાં લીધી અને હજારો કરોડનું રોકાણ કર્યું. આ પછી અચાનક કંપનીના લોકો ગાયબ થઇ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સંજય ભાટી દેશમાંથી ફરાર થયો છે.

વાસ્તવમાં, કંપનીએ તેના રોકાણકારોને ઓફર કરી હતી કે બાઇક ટેક્સીમાં રોકાણ કર્યા પછી દર મહિને વળતર મળશે. ઉપરાંત, જો કોઈ રોકાણકાર બીજા રોકાણકારને ઉમેરશે તો તેને પણ પ્રોત્સાહન મળશે. કંપનીએ દેશના ઘણા શહેરોમાં ફ્રેન્ચાઇઝીનું વિતરણ પણ શરૂ કર્યું. પરંતુ હજારો કરોડ રૂપિયાના રોકાણ બાદ પણ કોઈ યોજના અમલમાં આવી શકી નથી. કંપનીએ આ સ્કીમ 2017માં લાગુ કરી હતી. આ યોજના 2019 સુધી સારી રીતે ચાલી. એક અંદાજ મુજબ દેશભરમાંથી લાખો લોકોએ કંપનીમાં રૂ. 15,000 કરોડનું રોકાણ કર્યું હતું.

- Advertisement -

સીબીઆઈ પહેલા ઈડીએ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. એજન્સીએ કંપનીના પ્રમોટરોની રૂ. 216 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી. CBIએ પોતાની FIRમાં લખ્યું છે કે આ 2 લાખ લોકો સાથે છેતરપિંડીનો મામલો છે. આ અંતર્ગત કંપનીએ એક જાહેરાત બહાર પાડીને લોકોને આ યોજનામાં રોકાણ કરવાની અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular