માનવીને પૃથ્વી પરની સૌથી બુદ્ધિશાળી પ્રજાતિ માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જે આપણને આ અંગે શંકા કરવા દબાણ કરે છે. એક વિડીઓ સામે આવ્યો છે જે જોઈને એવું લાગશે કે મનુષ્યોમાં સૌથી ઓછી માનવતા છે, જ્યારે પ્રાણીઓમાં સૌથી વધુ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીઓમાં જોઈ શકાય છે કે એક શખ્સ એક કુતરાને પરેશાન કરી રહ્યો હોય છે ત્યારે ગાય આવીને કુતરાને બચાવે છે.
વિડીઓમાં જોઈ શકાય છે કે ગાયે માણસ પર હુમલો કર્યો અને તેને જમીન પર પછાડી દીધો. ભારતીય વન સેવા અધિકારી સુસાંતા નંદાએ ટ્વિટર પર “કર્મ” શીર્ષક સાથે વીડિયો પોસ્ટ કર્યો છે. કુતરાને આ શખ્સ ત્રાસ આપી રહ્યો હતો ત્યારે એક ગાય દ્વારા બચાવી લેવામાં આવ્યો છે.