Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને….!!!

- Advertisement -

ગત વર્ષે જ્યારે દેશ કોરોનાની મહામારીમાં સપડાયો અને લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી ત્યારે અર્થતંત્ર પડી ભાંગ્યું હતું અને શેરબજાર કડડભૂસ થયું હતું. ૨૪ માર્ચ ૨૦૨૦ માં શેરબજારમાં આશરે ૧૪ વર્ષ પછી લોઅર સર્કિટ લાગી હતી અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સ અંદાજીત ૨૫૬૩૮ હજારની સપાટીએ પહોંચી ૪૫ મિનિટ સુધી શેરબજારમાં કામકાજ પણ બંધ રાખવાની ફરજ પડી હતી અને બજારે અત્યંત ખરાબ સમય પણ જોવો પડ્યો હતો પરંતુ ભારતીય શેરબજારે વૈશ્વિક સ્તરે ચાલુ કેલેન્ડર વર્ષમાં તેજીનાં નવાં અધ્યાય તરીકે ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ સેન્સેક્સમાં અંદાજીત ૬૨૨૪૫ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજિત ૧૮૫૯૪ પોઈન્ટના સ્તરે નવી ઐતિહાસિક સપાટી નોંધાવી શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે.

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે વિશ્વના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતમાં કોરોના મહામારીના બીજા તબક્કાને કારણે દેશના વિવિધ રાજ્યોમાં લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી હતી. દેશ પર આવી પડેલા અનિશ્ચિત કોરોના કટોકટીના અસાધારણ સંકટ અને બીજી તરફ એના પરિણામે અર્થતંત્ર ભાંગી પડવાની ભીતિ વચ્ચે કોરોના સંક્રમણ દેશભરમાં વાયુ વેગે ફેલાઈ કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગયા સાથે દેશના ઘણાં રાજયોમાં પોઝિટીવ કેસોનો વિસ્ફોટ થવા લાગતાં ચિંતિત સરકારો લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આર્થિક મોરચે પીછેહઠના અંદાજો સામે ભારત સરકારે પ્રથમ અંદાજીત રૂ ૨૦ લાખ કરોડ અને ત્યારબાદ અનેક સેકટરમાં અલગ અલગ આત્મનિર્ભર પેકેજ જાહેર કરી ભારતીય અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા સફળતા પ્રાપ્ત કરી છે.

- Advertisement -

કોરોનાના વેવ પછી ભારતીય શેરબજારમાં મંદી તરફી નીચલી સર્કિટોથી લઈને માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વમાં ભારત માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટ્રિએ ત્રીજા – ચોથા સ્થાને રહી શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટી નવા ઈતિહાસ રચી રહ્યા છે ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ કાર્યક્રમ સંદર્ભે અપનાવાયેલ હળવા વલણની નીતિ અને અર્થતંત્રને સ્પર્શતા વિવિધ આંકડામાં સુધારો, સાનુકૂળ કોર્પોરેટ પરિણામો તેમજ રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય નીતિમાં નીચા વ્યાજ દર જાળવી રાખી અપનાવાયેલ નરમ વલણ અને દેશમાં અર્થતંત્રને ફરી ઝડપી રિકવરીના પંથે લાવવાના થઈ રહેલા સરકારના પ્રયાસો ઉપરાંત રાહતો અને ચોમાસાની પ્રગતિ સહિતના પગલે વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્ર ફરી ધમધમતું થતાં ફોરેન તથા સ્થાનિક ફંડોની દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ સાથે બજારમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા અને લિક્વિડિટીની તરલતાના કારણે શેરબજારમાં નવી કંપનીઓ પણ પબ્લીક ઈસ્યુનાં માધ્યમથી મૂડીબજારમાં નાણાં ઊભા કરવામાં સફળ રહી હતી.

- Advertisement -

સેન્સેક્સની સફર :- સેન્સેક્સે ૨૫ જુલાઈ ૧૯૯૦ના સૌ પ્રથમ વખતે ૧ હજારની ઐતિહાસિક સપાટી પાર કરી હતી ત્યારબાદ ૧૫ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ નાણાં મંત્રી મનમોહન સિંહની ઉદારીકરણની નીતિ લાગુ થવાથી સેન્સેક્સ ૨૦૦૦ને પાર થયો હતો ત્યારબાદ હર્ષદ મહેતા સ્કેમ પણ શેરબજારે જોયું અને સેન્સેક્સમાં ભારે ઉથલ – પાથલ જોવા મળી હતી તેમ છતાં ૭ વર્ષ પછી અટલ બિહારી વાજપેયીની સરકારની આગેવાનીમાં એનડીએ સરકાર રચાતા ૧૧ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ સેન્સેક્સે પ્રથમ વખત ૫૦૦૦ પોઈન્ટની ઐતિહાસિક સપાટી હાંસલ કરી અને ૬ ફેબ્રુઆરી ૨૦૦૬ના સેન્સેક્સે ૧૦૦૦૦ પોઈન્ટનો માઈલસ્ટોન પાર કર્યો હતો. ૯ જુલાઈ ૨૦૦૭ના સેન્સેક્સ પ્રથમ વખત ૧૫૦૦૦ પોઈન્ટ અને ડિસેમ્બર ૨૦૦૭માં સેન્સેક્સે ૨૦૦૦૦નું સ્તર કૂદાવ્યું હતું ત્યારબાદ આર્થિક મંદી દ્વારા સેન્સેક્સ ફરીથી ૧૦૦૦૦ પોઈન્ટની સપાટીએ સરક્યો હતો જો કે ૧૨ વર્ષના સમયગાળામાં સેન્સેક્સે ફરી સ્પીડ પકડી હતી અને કોરોના મહામારીનાં સામના સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની ભાજપાની સ્થિર સરકારનાં વિકાસલક્ષી પગલાઓ તેમજ વૈશ્વિક સાનુકૂળ પ્રવાહોને પગલે લાર્જકેપની સાથે મિડકેપ તેમજ સ્મોલકેપમાં પણ જોરદાર તેજી સાથે ૧૯ ઓકટોબરના રોજ ૬૨૨૦૦ પોઈન્ટ ની સપાટી કૂદાવી જતા બજારવર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજાર સતત નવા રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર અને ભારતીય ઇક્વિટી માર્કેટ બંને ઐતિહાસિક આંકડા એટલે કે ૩ ટ્રિલિયનને સ્પર્શવામાં સફળ થયા છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે માર્કેટ કેપના આધાર પર અમેરિકી શેર માર્કેટ નંબર એક પર છે.વોલ સ્ટ્રીટની ટોટલ માર્કેટ કેપ ૫૧ ટ્રિલિયન ડોલરને પાર છે અને બીજા નંબરે ચીનનું શેરબજાર છે જેની માર્કેટ કેપ ૧૨ ટ્રિલિયન ડોલર છે ત્યાર બાદ ૭ ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા નંબરે, ૬ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ ચોથા નંબરે, ૩.૬૮ ટ્રિલિયન ડોલર સાથે બ્રિટન પાંચમા નંબરે અને ભારતીય શેરબજાર માર્કેટ કેપ ૩.૪૧ લાખ કરોડ ડોલરને પાર કરી ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની ગયું છે જ્યારે ફ્રાંસ ૩.૪૦ ટ્રિલિયન ડોલર સાથે હવે સાતમા નંબરે ગબડી ગયું છે રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં અંદાજીત સૌથી વધારે ૮૭૪ અબજ ડોલરનો ઉછાળો નોંધાયો છે.

ભારત જેવી ઊભરતી બજારોમાં વળતર ઊંચુ મળી રહેવાની ધારણાં સાથે વિદેશી રોકાણકારો અહીની ઈક્વિટીઝ બજારમાં નાણાં ઠાલવવાનું વધુ પસંદ કરે છે.વિદેશી નાણાંના પ્રવાહને કારણે જ  રિઝર્વ બેન્ક ફોરેકસ રિઝર્વમાં વધારો કરીને તેને અંદાજીત ૫૭૨ અબજ ડોલરથી ઉપર લઈ જવામાં સફળ રહી છે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના જુન ત્રિમાસિક ગાળાના દેશના આર્થિક વિકાસ દરના આંક વાર્ષિક ધોરણે ૨૦.૧૦% ઊંચા આવ્યા છે પરંતુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના જુન ત્રિમાસિક એટલે કે કોરોના પહેલાના વર્ષની સરખામણીએ વર્તમાન વર્ષનાં જુન ત્રિમાસિકના આંક ૯.૨૦% નીચા છે ગત નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં આર્થિક પ્રવૃત્તિ તળિયે ગઈ હતી અને આર્થિક વિકાસ દર ૨૪% જેટલો ઘટી ગયો હતો તેને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષના જુનના આંક ઊંચા રહેશે તે અપેક્ષિત હતું.

માર્ચ ૨૦૨૧ના ત્રિમાસિકના ગાળાની સરખામણીએ જુન ત્રિમાસિકના જીડીપીમાં ૧૬.૯૦%નું સંકોચન જોવાયું હતું. આમ વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળાના ૨૦%નો આર્થિક વિકાસ દર ગયા વર્ષના નીચા સ્તરને કારણે થયો છે. દેશનો આર્થિક વિકાસદરનો આધાર ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના આઉટપુટ પર નહીં પરંતુ માંગ તથા કન્ઝયૂમર કોન્ફીડેન્સ પર આધાર રાખે છે.જ્યાં સુધી માંગમાં સ્થિર વૃદ્ધિ જોવા નહીં મળે ત્યાં સુધી જીડીપીમાં મજબૂત વધારો જોવા મળવાની શકયતા નહિવત છે. જુનમાં જીડીપીમાં વધારો થવા પાછળનું એક કારણ અગાઉની બાકી પડેલી માંગ ફરી નીકળી હતી તે રહ્યું હતું. એક વખત આ માંગ પૂરી થવા સાથે તેની સીધી અસર ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર પર જોવા મળતા સમય નહીં લાગે. ઉપરાંત દેશમાં બિઝનેસ સેન્ટિમેન્ટસ અને કન્ઝયૂમર સેન્ટિમેન્ટસ વચ્ચે વ્યાપક અંતર જોવા મળી રહ્યું છે.તાજેતરનાં મહિનામાં બિઝનેસ સેન્ટિમેન્ટસમાં વધારો થયો છે પરંતુ ઉપભોગતાઓનું માનસ હજુ પણ નબળું રહ્યું છે.કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો હાલ ટળ્યો નથી.

IPO થકી રેકોર્ડ બ્રેક વિક્રમી ભંડોળ :-

સેન્સેક્સે અને IPO એ પણ ઓક્ટોબર મહિનામાં પોતાનો રેકોર્ડ બનાવ્યો છે.પ્રથમ વખત સેન્સેક્સ ૬૨૨૦૦ થી ઉપર અને કુલ માર્કેટ કેપ રૂ.૨૬૨ લાખ કરોડનો આંકડો પાર કરી ગઈ હતી. અને આઇપીઓમાં સૌથી વધુ સબસ્ક્રિપ્શનનો સાથે IPOએ પણ એક રેકોર્ડ બનાવ્યો છે.આ સાથે આઇપીઓમાં સૌથી વધુ સબસ્ક્રિપ્શનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.વર્ષ ૨૦૧૭માં સાલાસર ટેકના નામે ૨૭૩ ગણો વધારે મતલબ રૂ ૧૭૦ કરોડ એકત્ર કરવાનો રેકોર્ડ હતો જે ચાલું વર્ષે પારસ ડિફેન્સને ૩૦૪ ગણો પ્રતિસાદ મળ્યો હતો અને રેકોર્ડબ્રેક ૬૮૫ ગણું રિટર્ન માત્ર ૨૧ દિવસનાં ટૂંકા સમયગાળામાં રોકાણકારોને મળવાપાત્ર થયું હતું. 

ભારતીય આઇપીઓ બજારમાંથી ભંડોળ એકત્ર કરવાનો વર્ષ ૨૦૧૭નો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રાઇમરી માર્કેટમાં ભારતીય આઇપીઓ દ્વારા બજારમાંથી ભંડોળ એકત્ર કરવાનો વર્ષ ૨૦૧૭માં ૩૮ કંપનીઓએ અંદાજીત રૂ.૭૫૨૭૯ કરોડ એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો જે ચાલુ વર્ષે કોરોનાની પ્રતિકૂળતા વચ્ચે કુલ ૪૨ કંપનીઓએ આઇપીઓ થકી રેકોર્ડ બ્રેક અંદાજીત રૂ.૭૫૭૫૧ કરોડ એકત્ર કર્યા છે જ્યારે અંદાજીત રૂ.૪૫૦૦૦ કરોડના ૩૦ આઇપીઓ પાઇપલાઇનમાં છે. આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીની કંપનીઓ ટોચ પર રહી છે. વર્ષ ૨૦૨૧માં ૩૮ કંપનીઓમાંથી ૧૯ મહારાષ્ટ્રની અને ૧૧ ગુજરાતની હતી અને બાકીની ૮ કંપનીઓ દેશભરમાંથી હતી.આગામી બે મહિનામાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓછામાં ઓછી ૩૦ કંપનીઓ હિસ્સેદારી વેચીને કે નવા શેર વેચીને કુલ રૂ.૪૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરી શકે છે.આઇપીઓ થકી કોઈપણ વર્ષમાં કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી સૌથી મોટી રકમ અંદાજીત રૂ ૧.૨૦ લાખ કરોડનું ભંડોળ દ્વારા નવો વિક્રમ રચાશે.

વૈશ્વિક પરિબળો ની વાત કરીએ તો ….

છેલ્લાં ૧ વર્ષનાં વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ છે.મહામારીને અંકુશમાં લેવા માટે વૈશ્વિક સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વૈશ્વિક સરકારો અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી અને હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી હતી.

ચીનમાં એવરગ્રાન્ડે કંપનીની ડૈબ્ટ ક્રાઇસિસ બાદ હવે અમેરિકામાં આર્થિક મુશ્કેલી સર્જાવાની આશંકાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે.વિશ્વની મહાસત્તા અને સૌથી મોટુ અર્થતંત્ર ગણાતા અમેરિકા પહેલીવાર દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ થવાના આરે પહોંચી ગયુ છે. નોંધનીય છે કે અમેરિકન અર્થતંત્ર ઉપર હાલ ૨૮ લાખ કરોડ ડોલરથી વધારે દેવુ છે અને હજી સુધી એક વાર કોઇ પેમેન્ટમાં ડિફોલ્ટ થયુ નથી. યુએસના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલન ઘણા સમયથી જ દેશની નાણાંકીય સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે અને આ મામલે સરકારને ચેતવણી પણ આપી છે.તાજેતરમાં ચીનની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડે ૩૦૪ અબજ ડોલર લગભગ ૨૨.૪૫ લાખ કરોડ રૂપિયાના દેવા તળે દબાયેલી છે.

વૈશ્વિક સ્તરે ભારત અને અફધાનિસ્તાન વચ્ચેના સંબંઘો છેલ્લા બે વર્ષથી સુધર્યા હતાં પરંતુ હવે અફધાનિસ્તાનમાં લોકશાહી સરકારનું પતન અને તાલિબાનની વાપસીથી તાલિબાન દ્વારા ભારત સાથેના તમામ દ્વિપક્ષી વેપારને અટકાવી દેવાતાં ભારતીય અર્થતંત્રને તેમજ નિકાસકારોને મોટો ફટકો સાથે આર્થિક સંકટ ઉભુ થવાની દહેશત સર્જાઇ છે.ભારતે ત્યાં ઘણા વર્ષોથી કરેલા મૂડીરોકાણ અને સ્થાપિત હિતો સંકટમાં મુકાયા છે. ભારતે અફઘાનિસ્તાનમાં જંગી મૂડીરોકાણ કર્યું છે અને હાલની પરિસ્થિતિને જોતા ભારતે વેપાર, મૂડીરોકાણ અને વ્યૂહાત્મક હિતોની સુરક્ષા મામલે ધીરજ રાખવાની જરૂર છે.

અફઘાનિસ્તાનમાં અત્યારે કટોકટી ભરી સુરક્ષાની સ્થિતિને જોતા ભારત માટે અન્ય પ્રાદેશિક શક્તિઓ સામે આ ક્ષેત્રમાં પોતાનું વ્યૂહાત્મક મહત્વ ગુમાવવાનું જોખમ વધી રહ્યું છે – જેમ કે ચીન દ્વારા તેના વ્યૂહાત્મક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગ્વાદર પોર્ટ ઉપર પાકિસ્તાનમાં ભારે મૂડીરોકાણ કર્યું છે અને ઈરાનમાં પણ તેના ૨૫ વર્ષના દ્વિપક્ષીય કરાર – ચાબહાર પોર્ટ પર નજર છે જેમાં અંદાજીત ૪૦૦ અબજ ડોલરનું  રોકાણ કર્યુ છે.અફઘાનિસ્તાનમાં ભારત પાસે તેના હિતોનું રક્ષણ કરવા માટે મર્યાદિત વિકલ્પો છે તે એક નક્કર વાસ્તવિકતા છે અને ભારત માટે દક્ષિણ એશિયા ઉપરાંત મધ્ય એશિયામાં તેની વ્યૂહાત્મક ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે અફઘાનિસ્તાન ઘણુ મહત્વ ધરાવે છે.

બજારનાં જોખમો : –

એશિયન ડેવલપમેન્ટ બેંકે વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતના આર્થિક વૃદ્ધિદર નાં લક્ષ્યાંકમાં ૧૧%થી ઘટાડી ભારતનો જીડીપી વિકાસદર ૧૦% રહેવાનું અનુમાન કર્યું છે. ભારતમાં કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે. જોકે વિશ્વના અનેક દેશો ફરી કોરોનાના ભરડામાં ધકેલાતા ફરી ભારતના અર્થતંત્રના વૃદ્ધિ અંગે એજન્સીઓ અને સંસ્થાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

વૈશ્વિક સ્તરે અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સ્ટીમ્યુલ્સ પાછા ખેંચાવાના વારંવાર સંકેત આપ્યા છે જ્યારે ભારતીય બજારોમાં આ વખતે અસરને ખાળવા માટેના પગલાં લાગુ કરાયા છે. રિઝર્વ બેન્ક પાસે અંદાજીત ૬૫૦ અબજ ડોલર જેટલું ફોરેકસ રિઝર્વ છે. ફેડરલ રિઝર્વ જ્યારે પણ બોન્ડ બાઈંગ કાર્યક્રમ પાછો ખેંચવાનું શરૂ કરશે ત્યારે વૈશ્વિક બજારોમાં ઘટાડો થશે તેમાં કોઈ શંકા નથી. ફેડરલ રિઝર્વ જ્યારે પણ ટેપરિંગ શરૂ કરશે ત્યારે કેપિટલ આઉટફલોઝને શકયતા રહેલી છે સાથોસાથ એકસચેન્જ રેટમાં વોલેટિલિટી પણ આવી શકે છે.

અમેરિકન ફેડરલ રિઝર્વેની બેઠકના અંતે શૂન્ય નજીક વ્યાજ દર જાળવી રાખ્યા છે પરંતુ સાથોસાથ વ્યાજ દરમાં વધારો અપેક્ષા કરતા વહેલો કરાશે તેવા સંકેત પણ આપ્યા હતાં. આ ઉપરાંત કોરોના વાઈરસને કારણે પૂરા પડાઈ રહેલા સ્ટીમ્યુલ્સમાંથી કેટલાક સ્ટીમ્યુલ્સ ટૂંક સમયમાં જ પાછા ખેંચાવાનું શરૂ કરાશે.

ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં નજીકના ભવિષ્યમાં જ કાપ મૂકવાનું શરૂ કરાશે તેવો પણ ઈશારો કરી દીધો હતો અને મિત્રો યાદ રાખો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય મૂડીબજારમાં વેચવાલીના કિસ્સામાં આ આંક ઘટતા અને રૂપિયા પર દબાણ આવતા વાર નહીં લાગે એ પણ એક હકીકત છે.

મિત્રો, વિદેશી રોકાણકારો દેશમાંથી નાણાં પાછા ખેંચવાનું ચાલુ કરે તો દેશની નાણાં સ્થિતિ ખોરવાઈ ન જાય અને રોકાણકારો તેમજ ટ્રેડરોને મોટી નુકશાની ચૂકવવાનો સમય ના આવે તેની તકેદારી અત્યારથી જ લેવાની રહે છે. ઉતાવળે સો બહાવરાં ..ધીર સો ગંભીર … સમજી ગ્યાં !!

બજારની ભાવિ દિશા….

મિત્રો, એક તરફ અર્થતંત્રની વૃદ્ધિ ધીમી છે અને બજારમાં તેજી આગળ વધતી હોવાના કારણે રિઝર્વ બેંક દ્વારા ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છતાં નવી લેવાલીએ ભારતીય શેરબજારે નવા વિક્રમની રચના કરી છે પણ બજારની તેજીની ચાલ આડે અનેક અવરોધ ઉભા છે સૌથી મોટી સમસ્યા બેરોજગારી, સતત વધતો ફુગાવો અને જંગી ખાધ ઉપરાંત સરકાર સામે કિસાન આંદોલનની સમસ્યા ઊભી છે અને  કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે ત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો દ્વારા મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની રહ્યું છે ત્યારે આ સમસ્યા હળવી કરવા સરકાર કેવા પગલાં લેશે તે પર સૌની નજર છે.

શેરબજારમાં ઉછાળાને કેટલાક લોકો અર્થતંત્રમાં તીવ્ર સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે પરંતુ શું શેરબજારને ખરેખર આર્થિક વૃદ્ધિનાં સૂચક તરીકે જોવું વ્યાજબી છે ખરું ? કારણ કે ભલે શેરબજાર તેજી તરફી ઉડાન ભરી રહ્યું હોય પરંતુ દેશમાં બેરોજગારી અને ઉત્પાદન જેવા અન્ય આર્થિક સૂચકાંકોના આંકડા કઈક અલગ જ સંકેત આપી રહ્યા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો આવ્યો નથી જેથી રોકાણકારોમાં થોડો ડર હજુ યથાવત છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ એ સર્વાનુમતે રેપો રેટ ૪ %,રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫% અને એકોમોડેટિવ વલણ ૫-૧ના મતથી જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ સાથોસાથ કોરોનાના ગાળામાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સ પગલાં તબક્કાવાર પાછાં ખેંચવાના પણ સંકેત ગવર્નર શક્તિકાંત દાસે આપી દીધા હતા.

કોરોનાથી અસર પામેલા દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્કે સતત આઠમી વખત નીચા વ્યાજ દર જાળવી રાખ્યા છે.માર્ચ ૨૦૨૦થી રિઝર્વ બેન્કે રેપો રેટમાં કુલ ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.નાણાં વ્યવસ્થામાં હાલમાં રૂપિયા ૯ લાખ કરોડની વધારાની લિક્વિડિટી છે જેને આરબીઆઈ તબક્કાવાર રીતે એડજસ્ટ કરશે તેવા પણ સંકેત અપાયા હતા.બજારમાંથી સરકારી સિક્યુરિટીઝની ખરીદી માટેના ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ એક્વિઝિશન પ્રોગ્રામ હાલ પૂરતો અટકાવી દેવાયો છે જેથી બજારમાં વધુ લિક્વિડિટી ઠલવાય નહીં એમ તેમણે જણાવ્યું હતું. જો કે આ પગલાંનો અર્થ એવો નથી કે એકોમોડેટિવ પોલિસી સ્ટેન્સ પાછું ખેંચાયું છે અને આવશ્યકતા જણાશે ત્યારે બોન્ડ ખરીદી કાર્યક્રમ ફરી શરૂ કરાશે.

છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં રિઝર્વ બેન્કે રૂપિયા ૨.૨૦ લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝની ખરીદી કરી છે. કોરોનાના કાળમાં આર્થિક રિકવરીને ઝડપી બનાવવા રિઝર્વ બેન્કે નાણાં વ્યવસ્થામાં ભરપૂર લિક્વિડિટી ઠાલવી છે. લિક્વિડિટીના ઊંચા પ્રમાણથી  ફુગાવામાં વધારો થવાનું જોખમ રહેલું છે.વર્તમાન વર્ષમાં ફુગાવો રિઝર્વ બેન્કના ૪% કરતા મોટેભાગે ઊંચો જળવાઈ રહ્યો છે.વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૯.૫૦ % જાળવી રાખ્યો છે જ્યારે રિટેલ ફુગાવાનો અંદાજ ૫.૭૦ %થી ઘટાડી ૫.૩૦ % કર્યો છે. એકંદર માગ વધી રહી છે પરંતુ મંદી હજુ પ્રવર્તે છે એમ ગવર્નરે જણાવ્યું હતું.

ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જરૂર જોવાઈ રહી છે પરંતુ વિદેશી સંસ્થાઓની દરેક ઘટાડે અવિરત લેવાલી થકી ભારતીય શેરબજાર તેજીના માહોલમાં ટ્રેડ નોંધાવી રહ્યું છે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે ત્યારે વિક્રમી તેજી તરફી ના માહોલમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.

સરકાર દ્વારા અર્થતંત્રમાં રિકવરીના તમામ પ્રોત્સાહક પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેના હવે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટેની રણનીતિમાં લાગેલા છે જ્યારે તમામ રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા ઝડપી રિકવરીનું અનુમાન વ્યકત કર્યું છે.

ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતની ૫ ટ્રીલીયનની ઈકોનોમી સાથે વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા ત્રીજા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

ભારતીય અર્થતંત્ર માટેનું મહત્વનું સવંત હવે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં વધુ સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે કારણકે વિવિધ રેટિંગ એજન્સીઓ સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે ત્યારે હવે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો, રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ,બીજી બાજુ વૈશ્વિક મોરચે ક્રૂડમાં થઈ રહેલો ભાવવધારો જેમ કે ગત સપ્તાહે ક્રૂડ ઓઇલ ૮૪ ડોલર પ્રતિ ડોલરને કુદાવી ગયુ જે ત્રણ વર્ષની સૌથી ઉંચી કિંમત છે આમ એક વર્ષ દરમિયાન ક્રૂડ ઓઇલ ૯૬%નો ઉછાળો આવ્યો છે અને સાથે સાથે કોલસા અને કુદરતી ગેસની કિંમતોમાં ઝડપી ઉછાળાથી મોટાભાગના દેશોની ચિંતા વધી ગઇ છે. ઉર્જા સંકટથી ભારત પણ બચી શક્યું નથી કારણ કે વીજ ઉત્પાદન માટે વ્યાપક પ્રમાણમાં આયાતી કોલસા પર નિર્ભર છે ઉપરાંત અફઘાનિસ્તાનમાં સત્તા પલટા વચ્ચે થઈ રહેલી ડેવલપમેન્ટસ અને કોરોનાના નવા સ્વરૂપ અને તેની ત્રીજી લહેર પર નજર સાથે એફઆઇઆઇની નોંધપાત્ર ખરીદી કે વેચવાલી ઉપર તેમજ આગામી દિવસોમાં મોંઘવારી વધવાની આશંકા વચ્ચે નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર રહેશે.

આગામી દિવસોમાં રોકાણકારોએ ટ્રેડમાં સાવધ રહેવું જોઇએ. નિફ્ટી આગામી સમયગાળે ૧૮૦૦૮ અને ૧૮૮૦૮ પોઈન્ટની રેન્જ બાઉન્ડ એક્શનમાં જળવાઈ રહેવાની મારી ધારણા છે. વૈશ્વિક બજારો અને કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ઘટાડો કે સેક્ટર સ્પેસિફિક ન્યૂઝની બજારને અસર થવાની શક્યતા છે.

જો નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઈન્ટ ઉપર બંધ આવશે તો તેનાથી શોર્ટ કવરિંગ થશે અને તેમાં ૧૮૬૭૬ થી ૧૮૮૦૮ પોઈન્ટ સુધી બુલિશ મોમેન્ટમ આવી શકે છે અને આગામી સમયગાળે ૧૭૩૦૩ પોઈન્ટ નીચે બંધ થતા જ અંદાજીત ૧૭૦૦૭ થી ૧૬૮૦૮ પોઈન્ટ સુધી અતિ મહત્વની સપોર્ટિવ સપાટીઓ છે ત્યારબાદ ફ્રી ફોલની શક્યતાઓ નકારી ના શકાય. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!! ખેર, મિત્રો દીપાવલીની શુભકામનાઓ સાથે નવું વર્ષ આપ સૌને શુકનવંતુ નીવડે એવી શુભેચ્છાઓ સાથે પ્રાર્થના….

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

સ્ટરલાઈટ ટેક્નોલોજી લિ.

 ( BSE CODE – 532374 )

સ્ટરલાઈટ ટેક્નોલોજીસ લિ. ટેલિકોમ સર્વિસીસ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૨ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૧૧,૧૯૯.૦૬ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૪.૧૪ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૩૧૮.૦૦ અને ઘટીને રૂ.૧૪૦.૫૦ થયો છે.

બોનસ શેર :  વર્ષ ૨૦૧૦ માં ૧:૧ શેર બોનસ આપેલ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૫૪.૨૪% અને પબ્લિકનું હોલ્ડીંગ ૪૫.૭૬% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૦.૭૫, વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૨.૦૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૩.૫૦, વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૩.૫૦ ડિવિડન્ડ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૨.૦૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

ટેલિકોમ સર્વિસીસ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૨૭૨ થી રૂ.૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

રેમકો ઈન્ડસ્ટ્રીઝ લિ.

 ( BSE CODE – 532369 )

રેમકો ઈન્ડસ્ટ્રીઝ લિ. કન્સ્ટ્રકશન અને મટીરીયલ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૧ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૨,૫૮૨.૫૬ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૪૧,૯૫ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૩૬૬.૦૦ અને ઘટીને રૂ.૧૭૭.૩૫ થયો છે.

બોનસ શેર :  વર્ષ ૨૦૦૯ માં ૧:૧ શેર બોનસ આપેલ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૫૪.૦૩% અને પબ્લિકનું હોલ્ડીંગ ૪૫.૯૭% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૦.૫૦, વર્ષ ૨૦૧૮માં શેરદીઠ રૂ.૦.૫૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૦.૫૦, વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૦.૫૦ ડિવિડન્ડ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૧.૦૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

કન્સ્ટ્રકશન અને મટીરીયલ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૨૬૩ થી રૂ.૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૩૦૩ થી રૂ.૩૩૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

ઈન્ડિયા સિમેન્ટ લિ.

 ( BSE CODE – 530005 )

ઈન્ડિયા સિમેન્ટ્સ લિ. સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટસ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૧૦ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૬,૬૪૪.૨૦ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૩૭.૩૭ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૨૨૧.૮૦ અને ઘટીને રૂ.૧૧૪.૦૦ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૨૮.૪૨% અને પબ્લિકનું હોલ્ડીંગ ૭૧.૫૮% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૧.૦૦, વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૦.૮૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૦.૮૦, વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૦.૬૦ ડિવિડન્ડ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૧.૦૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટસ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૨૧૪ થી રૂ.૨૩૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિ.

 ( BSE CODE – 532810 )

પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિ. ફાઇનાન્સ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૧૦ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૩૯,૩૬૩.૬૨ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૧૮.૧૨ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૧૫૨.૯૫ અને ઘટીને રૂ.૮૩.૫૫ થયો છે.

બોનસ શેર :  વર્ષ ૨૦૧૬ માં ૧:૧ શેર બોનસ આપેલ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૫૫.૯૯% અને પબ્લિકનું હોલ્ડીંગ ૪૪.૦૧% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭માં શેરદીઠ રૂ.૧૧.૦૦, વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૧.૮૦, વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૯.૫૦ ડિવિડન્ડ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૧૨.૨૫ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

ફાઈનાન્સ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૧૧૨ થી રૂ.૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૫૭ થી રૂ.૧૭૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

હિન્દુસ્તાન કોપર લિ.

 ( BSE CODE – 513599 )

હિન્દુસ્તાન કોપર લિ. કોપર સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૫ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૧૨,૭૮૮.૮૯ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૧૧.૯૩ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૧૯૬.૯૦ અને ઘટીને રૂ.૩૧.૪૫ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૬૬.૧૪% અને પબ્લિકનું હોલ્ડીંગ ૩૩.૮૬% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૦.૨૦, વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૦.૨૫, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૦.૫૨ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૦.૩૫ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

કોપર સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૧૦૮ થી રૂ.૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (SAIL)

 ( BSE CODE – 500113 )

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ. આયર્ન એન્ડ સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૧૦ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૫૧,૨૯૫.૭૪ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૪૩.૬૪ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૧૫૧.૧૦ અને ઘટીને રૂ.૩૨.૬૫ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૬૫.૦૦% અને પબ્લિકનું હોલ્ડીંગ ૩૫.૦૦% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૦.૫૦ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૨.૮૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

આયર્ન એન્ડ સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૮૮ થી રૂ.૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૩૭ થી રૂ.૧૫૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

બેન્ક ઓફ બરોડા

 ( BSE CODE – 532134 )

બેન્ક ઓફ બરોડા બેંકિંગ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૨ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૪૫,૮૬૯.૯૮ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૧૬.૩૫ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૯૯.૮૦ અને ઘટીને રૂ.૪૦.૦૦ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૬૩.૯૭% અને પબ્લિકનું હોલ્ડીંગ ૩૬.૦૩% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૧.૨૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

બેંકિંગ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૭૫ થી રૂ.૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૨૦ થી રૂ.૧૫૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

મેજેસ્કો લિ.

 ( BSE CODE – 539289 )

મેજેસ્કો લિ. ટેક્નોલોજી સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૫ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૨૬૧.૩૫ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૨૧.૬૨ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૧૨૨.૭૦ અને ઘટીને રૂ.૧૦.૪૯ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૩૫.૦૪% અને પબ્લિકનું હોલ્ડીંગ ૬૪.૯૬% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૧.૦૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૧.૫૦ અને વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૯૭૬.૦૦ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

ટેક્નોલોજી સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૭૫ થી રૂ.૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૦૮ થી રૂ.૧૧૫ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.

 ( BSE CODE – 533519 )

એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ. હોલ્ડિંગ કંપનીઓ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૧૦ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૨૩,૨૮૨.૨૩ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૧૩.૩૧ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૧૧૩.૪૦ અને ઘટીને રૂ.૫૫.૮૦ થયો છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : સપ્ટેમ્બર – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૬૩.૫૩% અને પબ્લિકનું હોલ્ડીંગ ૩૬.૪૭% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૭ માં શેરદીઠ રૂ.૦.૮૦, વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૧.૦૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૧.૦૦ અને વર્ષ ૨૦૨૦ માં શેરદીઠ રૂ.૦.૯૦ ડિવિડન્ડ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

હોલ્ડિંગ કંપનીઓ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૬૦ થી રૂ.૪૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૧૦૮ થી રૂ.૧૨૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

ઈન્ફિબીમ એવેન્યુઝ લિ.

 ( BSE CODE – 539807 )

ઈન્ફિબીમ એવેન્યુઝ લિ. ઈન્ટરનેટ સોફ્ટવેર & સર્વિસીસ સેકટરની A ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.૦૧ છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.૬,૯૦૬.૬૫ કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.૫.૯૭ કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.૫૮.૪૫ અને ઘટીને રૂ.૩૬.૭૧ થયો છે.

બોનસ શેર :  વર્ષ ૨૦૨૧ માં ૧:૧ શેર બોનસ આપેલ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : જૂન – ૨૦૨૧ કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ ૩૧.૦૯% અને પબ્લિકનું હોલ્ડીંગ ૬૮.૪૯% અને અન્ય પાસે ૦.૪૨% આવેલ.

ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ ૨૦૧૮ માં શેરદીઠ રૂ.૦.૨૦, વર્ષ ૨૦૧૯ માં શેરદીઠ રૂ.૦.૧૦ અને વર્ષ ૨૦૨૧ માં શેરદીઠ રૂ.૦.૦૫ ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.

સોફ્ટવેર & સર્વિસીસ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં અંદાજીત રૂ.૩૦ થી રૂ.૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. મારા અંગત અભ્યાસ અને અભિપ્રાય રૂપે ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો ધરાવનાર રોકાણકારે તબક્કાવાર ખરીદી દ્વારા સારું આકર્ષક રીટર્ન મેળવી શકે તેવી શકયતા છે. આ સ્ટોક વાર્ષિક અંદાજીત રૂ.૬૩ થી રૂ.૭૦ નો માર્કેટભાવ નોંધાવે તેવી શક્યતા છે….!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૮૮૦૮ પોઈન્ટ ધ્યાને રાખવી….!!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular