બોલિવુડની દુનિયાના મહાનાયક Amitabh Bachchan સમયાંતરે પોતાના ટ્વીટર અને અંગત જીવન અંગેના કેટલાક સત્ય શેર કરતા રહે છે. આ વખતે તેમણે પોતાના નામ સાથે જોડાયેલું એક સત્ય લોકો સમક્ષ શેર કર્યું છે. બિગ બીએ જણાવ્યું હતું કે, વર્ષ 1942માં મારી માતા આઠ મહિનાની ગર્ભવતી હતી. આ એ સમય હતો જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. આઝાદી માટે સંઘર્ષકાળ ચાલી રહ્યો હતો. ગર્ભવતી હોવા છતાં મારી માતા એક અંગ્રેજ વિરોધી રેલીમાં ભાગ લેવા માટે દોડી ગઈ.
ટીવી શૉ કૌન બનેગા કરોડપતિમાં તેમણે આ વાત શેર કરી હતી. વર્ષ 1942માં જન્મેલા બિગ બીનું નામ પહેલા ઈંકલાબ રાખવાનું હતું. અમિતાભે ઉમેર્યું કે, એ સમયે આવી રીતે અંગ્રેજોના વિરોધમાં નીકળી પડતું જોખમી થઈ શકે એમ હતું. આ રેલીમાં બધા ઈંકલાબ ઝિન્દાબાદના નારા લગાવી રહ્યા હતા. માતા રેલીમાં ગયા એને લાંબો સમય થઈ ગયો હતો અને પિતા પણ તે ઘરની બહાર હોવાથી ચિંતામાં હતા કે, તેજી આવી સ્થિતિમાં ક્યાં ચાલ્યા ગયા? થોડી વાર બાદ જ્યારે માતા ઘરે આવી અને કહ્યું કે, તેઓ આંદોલનમાં ભાગ લેવા માટે ગયા હતા. એ સમયે પિતા હરિવંશરાય પોતાના કોઈ મિત્ર સાથે હતા. એ સમયે એ સજ્જને હસતા હસતા કહ્યું કે, તેજીના ગર્ભમાં જે બાળક છે જો કે છોકરો આવ્યો તો એનું નામ ઈંકલાબ રાખી દેવું જોઈએ. જોકે, પછીથી એવું થયું નહીં. જ્યારે બિગ બીનો જન્મ થયો ત્યારે હરિવંશરાયના મિત્ર સુમિત્રાનંદન પંતે એમનું નામ અમિતાભ રાખ્યું હતું. તાજેતરમાં જ તા.11 ઑક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ હતો. 77 વર્ષ પૂરા કર્યા બાદ તેમણે પોતાનો 78મો જન્મદિવસ મનાવ્યો હતો.
હાલ તેઓ કૌન બનેગા કરોડપતિની નવી સીઝનના શુટિંગમાં વ્યસ્ત છે. આવનારા દિવસોમાં એમની ‘બ્રહ્માસ્ત્ર’, અને ‘ઝુંડ’ જેવી ફિલ્મો આવી રહી છે.
કોરોના વાયરસને કારણે આ ફિલ્મોના શુટિંગમાં એક મોટી બ્રેક લાગી હતી. આ ફિલ્મો સિવાય પણ Amitabh Bachchan, દીપિકા પાદુકોણ અને પ્રભાસ ત્રણેય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેનું કોઈ ટાઈટલ હજુ સુધી નક્કી થયું નથી. જોકે, સમગ્ર દેશમાં અમિતાભ બચ્ચનના અનેક ચાહકો છે. ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી તેમણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. કૌન બનેગા કરોડપતિ શૉની સફળતા પાછળ અમિતાભનો સિંહફાળો છે પણ આ સિવાય પણ એક વ્યક્તિ છે જેના કારણે શૉ સફળ થયો છે. જેનું નામ છે આરડી તૈલંગ. હિન્દી અને ઉર્દુ શબ્દોનો ઉપયોગ કરી તૈલંગ એક સ્ક્રિપ્ટ તૈયાર કરે છે જે શૉ દરમિયાન બોલવામાં આવે છે. વર્ષ 2000થી 2020 સુધી તેઓ આ શૉ સાથે જોડાયેલા રહ્યા છે. અમિતાભની બીજી પણ એક ખાસ વાત છે કે, તેઓ કોઈ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી લીધા બાદ એમના ડાયલોગ અંગે ચર્ચા કરે છે સામાન્ય રીતે આવું કોઈ કલાકાર કરતા નથી. માત્ર સ્ક્રિપ્ટ પરથી જ બધુ ફાઈનલ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે સેટ પર બધુ રેડી હોય ત્યારે જ આખો શોટ આપે છે. જ્યારે કેબીસીની વાત કરવામાં આવે તો તેઓ મોટાભાગે પોતાના પર રહેલા પ્રશ્નો કટ કરાવી દે છે. કારણ કે, એ નથી ઈચ્છતા કે, આવી કોઈ સાઈડલાઈન પ્રમોશન એક્ટિવિટી થાય.
વધુ વાંચો