Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભવિષ્યમાં કોરોના જેવી મહામારી ત્રાટકે તો, સામનો કરવા જી-ટવેન્ટી દેશોએ કમ્મર કસી

ભવિષ્યમાં કોરોના જેવી મહામારી ત્રાટકે તો, સામનો કરવા જી-ટવેન્ટી દેશોએ કમ્મર કસી

આ માટે વૈશ્વિક સ્તરે, દરેક દેશો માટે ફંડનું નિર્માણ કરવા તૈયારી

- Advertisement -

- Advertisement -

કોરોના મહામારીના કારણે દેશ-દુનિયાને હચમચાવી મૂકેલાં વિશ્વસ્તરે અબજો-ખર્બો રૂપિયા-ડોલરનો માર પાડયો. હવે પછી, ધારો કે દેશ-દુનિયામાં કોરોના કે કોરોના જેવી કોઇ અન્ય મહામારી ત્રાટકે તો, આપણે કેટલાં તૈયાર છીએ? એ પ્રશ્ર્નના અનુસંધાને દેશ-દુનિયા તો વિચારે છે જ-જી-ટવેન્ટી દેશો (ભારત સહિત) આ માટે, આ દિશામાં ઝડપ ભેર આગળ વધી રહ્યા છે.

આ સપ્તાહના અંતમાં, જી-20 દેશોના નાણાં મંત્રઈો-આરોગ્ય મંત્રીઓની મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. કોરોના જેવી ભાવિ મહામારીનો સામનો કરવા માટે આ બધાં દેશો સાથે મળી નવું મિકેનિઝમ ગોઠવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આ તમામ નેતાઓની બેઠકના સંદર્ભમાં ભારતના કોમર્સ મંત્રી હાલ રોમ માં છે. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારામન તથા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. જી-20 દેશો આ કામગીરી માટે કોઇ નવા ફંડનું સેટ-અપ ગોઠવશે એવું જાણવા મળે છે.

અન્ય સૂત્રો જણાવે છે કે, આ સમગ્ર વિષય મામલે કોઇ નવું ફોરમ રચવામાં આવી શકે છે. જેનું નામ કદાચ ગ્લોબલ હેલ્થ થ્રિએટ્સ બોર્ડ વિચારી શકાય. જે ભવિષ્યમાં મહામારી સામે લડવા વૈશ્વિક મિકેનિઝમ-ફંડની વ્યવસ્થા ગોઠવે. જોકે, હાલમાં ચાઇના આ આખી કવાયતમાં કયાંય નથી.

ગત્ જુલાઇમાં જી-20 દેશોના નાણાંમંત્રીઓએ આ પ્રકારની વ્યવસ્થા માટે ભલામણમાં કરી હતી. બાદમાં, આ કામ માટે હાઇલેવલ પેનલ રચવામાં આવી. પેનલ કહે છે, આ માટે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે દર વર્ષે 75 બિલિયન ડોલરનો ગ્લોબલ લેવલે ખર્ચ કરવો પડે. આ માટે દર વર્ષે 10 બિલિયન ડોલરનું ફંડ એકત્ર કરવું પડે. આ ઉપરાંત દર વર્ષે ગ્લોબલ સંસ્થાઓ-ડબ્લ્યુએચઓની મજબૂતી માટે વધારાનું પાંચ બિલિયન ડોલરનું ફંડ ઉભું કરવું પડે.

ગત મહિને જી-20 દેશોના આરોગ્યમંત્રીઓએઆ યોજના જાહેર કર્યા પછી ગત્ સોમવારે અમેરિકાના તિજોરી સચિવે તથા ઇન્ડોનેશિયાના નાણાંમંત્રીએ એક સંયુકત નિવેદનમાં કહ્યું: આરોગ્ય-નાણાં સંકલન માટે જી-20 દેશોના અન્ય સભ્યોએ ઝડપભેર આ ફોરમની રચના માટે સહયોગ આપવો જોઇએ.

ભારત સરકારના સૂત્રો કહે છે : આ સંબંધે દેશના નાણાં-આરોગ્ય મંત્રી ચર્ચા કરી રહ્યા છે અને રવિવારે આ મુદ્દે નિવેદન જાહેર થઇ શકે છે.

જી-20 દેશોના આ નેતાઓની બેઠકમાં કલાયમેટ એજન્ડા જો કે મુખ્ય રહેશે. ભારત એન્ટી કરપ્શનનો મુદ્દો ઉપાડશે. ઉપરાંત શિક્ષણ તથા મહિલા સશકિતકરણની પણ વાત કરશે. કારણ કે, આ ક્ષેત્રોમાં પણ આગળ વધવું આવશ્યક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular