Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક પૂરપાટ જતા ટેન્કરની અડફેટે બાઈકસવાર બે યુવાનોના કરુણ મોત

ખંભાળિયા નજીક પૂરપાટ જતા ટેન્કરની અડફેટે બાઈકસવાર બે યુવાનોના કરુણ મોત

- Advertisement -

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આજરોજ બપોરે પૂરપાટ જતા ડીઝલ ભરેલા એક ટેન્કરના ચાલકે આ માર્ગમાં બાઈક પર જઈ રહેલા જામનગરના બે યુવાનોને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.

આ કરૂણ બનાવની વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પંદર કિલોમીટર દૂર વડાલીયા સિંહણ ગામના પાટિયા પાસેથી પૂરઝડપે અને બેફિકરપૂર્વક જઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કર નંબર જી.જે. 10 એક્સ. 9243 ના ચાલકે આ માર્ગ પર જામનગર તરફથી ખંભાળિયા તરફ આવી રહેલા જી.જે.10 બી.એમ. 3603 નંબરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ સવાર જામનગરના રહીશ એવા ગોવિંદભાઈ રતનભાઈ પરમાર (ઉ.વ. 30) તથા બાદલ શ્યામભાઈ કોળી (ઉ.વ. 20) નામના બે અપરિણીત યુવાનોને ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં બંનેએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ ખેંચતા હતા.

આ સમગ્ર બનાવ અંગે જામનગરના દિગ્જામ સર્કલ પાસે રહેતા જુગનુ રામઅવતાર કોળી (ઉ.વ. 23) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટેન્કર ચાલક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહીશ વિરમ રામભાઈ વંશ સામે આઈ.પી.સી. કલમ 279 304(અ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular