Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

ખંઢેરા, નાની ભલસાણ, લાખાણી મોટો ગામ, મોટી ખાવડી, ટેભડા,જાલીયા માનસર, તથા શેઠવડાળા ખાતે લોકોને અનેક યોજનાઓનો લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ થશે

- Advertisement -

રાજયના વહિવટમાં પારદર્શિતા વધે અને લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી આવે તે માટે હાલ જામનગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ દરેક તાલુકાના વિવિધ ગામો ખાતે યોજાઇ રહયા છે. આગામી તા. 29 અને 30 ઓકટોબરના રોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તા. 29ના રોજ સરકારી હાઇસ્કુલ ખંઢેરા અને તા. 30ના રોજ પ્રાથમિક શાળા નાની ભલસાણ, જામનગર તાલુકામાં તા. 29ના રોજ પ્રાથમિક શાળાનું મકાન, લાખાણીબ મોટો ગામ અને તા. 30ના રોજ સમાજવાડી, મોટી ખાવડી, લાલપુર તાલુકામાં તા. 30ના રોજ ટેભડા, ધ્રોલ તાલુકામાં તા. 29ના રોજ જાલીયા માનસરઅને જામજોધપુર તાલુકા તા. 30ના રોજ શેઠવડાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા નવા વિજળી જોડાણ માટેની અરજીઓ અને માં અન્નપૂર્ણા યોજના, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની નોંધણી, દિવ્યાંગ પ્રમાણપત્ર, જન્મની નોંધણી ન થયેલ હોય તેવા વરિષ્ઠ નાગરિકોને ઉંમરના પ્રમાણપત્રો આપવાની કામગીરી કરવામાં આવશે. લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular