દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીવાયએસપી સ્કવોડ દ્વારા હાલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
જેમાં સ્પેશિયલ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ રત્નાભાઈ કોડીયાતર તથા ઓમદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાબેના મોખાણા ગામની સીમ વિસ્તારમાં રહેતા વેજા લખમણ લાડક નામના 25 વર્ષના ડફેર યુવાનને પોલીસે પાસ-પરવાના વગરની રૂપિયા 1,500ની કિંમતની હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.