ગુજરાત સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા વિભાગ દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ પેટે રૂ.3500 ચુકવવાનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ મળશે.
રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે.
એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.તા . 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.