Sunday, December 22, 2024
Homeરાજ્યરાજ્યમાં 40 મામલતદારોની સામૂહિક બદલીના ઓર્ડર

રાજ્યમાં 40 મામલતદારોની સામૂહિક બદલીના ઓર્ડર

ભાણવડ અને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા બે મામલત-દારોની બદલી

- Advertisement -

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર પૂર્વે અધિકારીઓની બદલીનો દૌર શરૂ થઇ ગયો છે. જેમાં રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 40 મામલતદારોની બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. આ 40 મામલતદારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે મામલતદારોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં જુદા જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા 40 મામલતદારની સામૂહિક બદલી થઇ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે મામલતદાર બદલાયા છે. ભાણવડમાં ફરજ બજાવતા -કિશોરભાઈ અઘેરા તથા કલેકટર કચેરીના હરિભાઈ કે. પરમારની બદલી અનુક્રમે જેતપુર તથા માંગરોળ ખાતે થઈ છે.

જ્યારે સાબરમતી અમદાવાદથી અનિતાબેન કે. લાછુનને અહીંની કલેકટર કચેરીની ચુંટણી શાખામાં મામલતદાર તરીકેની નિમણૂક આપવામાં આવી છે. જો કે ભાણવડમાં ખાલી પડેલી જગ્યા પર કોઈ નિમણૂક કરાઈ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular