Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે IPLની ધૂમ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે IPLની ધૂમ

ઇંગ્લેન્ડના સીવીસી ગ્રુપે ખરીદી અમદાવાદની ટીમ, જયારે ગોએન્કા ગ્રુપને મળી લખનઉની ટીમ

- Advertisement -

વિશ્ર્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ હવે આઇપીએલની ધૂમ જામશે. ઇંગ્લેન્ડની સીવીસી કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી છે. જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે. આમ આઇપીએલની આગામી સિઝનમાં ગુજરાતના ક્રિકેટ રસિકો ક્રિકેટની મોજ માણી શકશે.

બીસીસીઆઇ દ્વારા આઇપીએલની બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે સવારથી જ દુબઇમાં આ બે ટીમની હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી વર્ષ 2022માં આઇપીએલમાં અમદાવાદ અને લખનઉની ટીમ રમતી જોવા મળશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. જ્યારે CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. આ બન્ને ટીમ વર્ષ 2022માં યોજાનારી IPLનો ભાગ બનશે. બીસીસીઆઇને આ બન્ને ટીમોથી 12 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી થઇ છે. આઈપીએલ ટીમોની રેસમાં કુલ 6 શહેરોના નામ હતા, જેમાં અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાળા, ગુવાહાટી, ઈન્દોરના નામ સામેલ હતા. જેની સૌથી વધુ બોલી હોય છે, તેને પોતાનું શહેર અને ટીમ પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ બિડિંગ બાદ કહ્યું કે, અમે ખુશ છીએ કે ભારતીય ક્રિકેટ આગળ વધી રહ્યું છે, આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઇપીએલની બે નવી ટીમો ખરીદવા માટે ઘણા નામો સામે આવ્યા હતા. જેમાં આરપીએસજીના સંજીવ ગોયન્કા, મેનચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ, અદાણી ગ્રુપ, કોટાક ગ્રુપ, સીવીસી પાર્ટનર, ગ્રુપ-એમ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત ઘણા નામ નવી ટીમો ખરીદવાની રેસમાં હતાં પરંતુ અંતે ગોયનકા ગ્રુપ અને સીવીસી કેપિટલે બાજી મારી છે.

ઉલ્લેખનિય છે કે, આઇપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમો રમતી જોવા મળશે. આ પહેલાં 2011માં આયોજિત IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. તે સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular