જામનગરના રણજીતનગર વેપારી મંડળ દ્વારા ગાયને લાડું તથા લીલુ ઘાસ ખવડાવવાની સેવાપ્રવૃતિ કરવામાં આવી રહી છે. છેલ્લા 4 વર્ષથી આ સેવાપ્રવૃતિ ચાલી રહી છે.
જેમાં દર મંગળવાર અને શનિવારે દાતાઓના સહયોગથી 100 કિલો સામગ્રીમાંથી લાડું બનાવી ગૌ-શાળામાં વિતરણ કરવામાં આવે છે. તેમજ 15 થી 20 મણ લીલો ઘાસચાંરો પણ ગૌમાતાને ખવડાવવામાં આવે છે. રણજીતનગર વેપારી મંડળના નેજા હેઠળ 17 જેટલા વેપારીઓ દ્વારા આ સેવાપ્રવૃતિ કરવામાં આવી રહી છે.