પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ આ2એસએસ ભાજપને ચૂંટણી જીતવાનો મંત્ર આપી રહ્યું છે. સાથે સંઘે ખેડૂતો પ્રત્યે નરમ વલણ દાખવવા અને કોઈપણ સમુદાયનો વિરોધ કરવાથી બચવા સલાહ આપી છે.
સૂત્રો અનુસાર સપ્તાહની શરૂઆતમા ંનોએડામાં સંઘના વરિષ્ઠ નેતાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી સહિત પ.યુપીના સાંસદ અને ધારાસભ્યો સામેલ થયા હતા. બેઠક્માં સંઘના નેતાઓએ ભાજપને સલાહ આપી હતી કે ખેડૂત આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં બાબતો શાંત કરવાની જરૂર છે.
સંઘનું માનવું છે કે સત્તાધારી ભાજપ યુપીના કેટલાક ભાગોમાં જાટ અને શિખ પ્રત્યે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરી રહી છે જે તેના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સંઘ સાથે ભાજપનું આંક્લન છે કે ખેડૂત વિરોધી પ્રદર્શનોને કારણે પંજાબના શિખ સમુદાયમાં અને જાટમાં પાર્ટી વિરૂદ્ધ ભારે ગુસ્સો અને આક્રોશ છે. લખીમપુર ખીરીના બનાવે સ્થિતિને બદલી નાખી છે.