કોરોના વેક્સીનેશના મામલામાં ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. દેશમાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પાર થઈ ગયો છે. દેશના ટોપ 10 જીલ્લાઓમાં ગુજરાતનો નર્મદા જિલ્લો વેકિસનેશન મામલે છઠ્ઠા નંબર પર છે. અહીં વેક્સિનેશન રેટ 69.51 ટકા છે. જામનગરની વાજામનગર શહેરમાં વેક્સિનના 7 લાખ 20 હજાર 700 ડોઝ અપાયાત કરવામાં આવે તો શહેરની કુલ વસ્તી સાડા છ લાખ છે જે પૈકી 4,58,199 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જયારે 2,62,532 લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ થઇ ચુક્યા છે.
જામનગર શહેરની સાડા છ લાખની વસ્તી પૈકી તા.19 ઓક્ટોબર સુધીમાં વેક્સિનના કુલ 7,20,731 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 4,58,199 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જયારે 2,62,532 લોકો વેક્સીનેટેડ થઇ ચુક્યા છે. એટલે કે જામનગરમાં સાડા છ લાખ લોકો પૈકી 76.36% લોકો પ્રથમ ડોઝ જયારે 43.75% લોકો કોરોનાની રસીના બન્ને ડોઝ લઇ ચુક્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધી 6,77,81,319 લોકોનું રસિકરણ થયું છે. જેમાંથી 4,41,84,764લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે જયારે 2,35,96,555 લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ થઇ ચુક્યા છે.ભારતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.