Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરચાઇનિઝ વસ્તુઓના બહિષ્કારનો સંકલ્પ

ચાઇનિઝ વસ્તુઓના બહિષ્કારનો સંકલ્પ

ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા આજે મનાવાયો કાળો દિવસ

- Advertisement -

ભારત તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઇનિઝ ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ કૈલાસ માનસરોવરની મુક્તિની માગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું છે. 20 ઓક્ટોબર 1962ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને દેશની સંસ્કૃતિ અને સંપત્તિને નુકશાન પોહચાડ્યું હતું ત્યારે ભારત તિબબત સંઘ દ્વારા આ દિવસ ને કાળો દિવસ જાહેર કરી જિલ્લા મહાનગરો માં આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગરમાં પણ આ અંગે નો કાર્યક્રમ ભારત તિબ્બત મહિલા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પાયલબેન શર્મા, દિશીતા પંડયા,પૂર્ણિમાબેન નંદા, રીટાબેન ઝીંઝુવાડિયા, આશાબેન કટારમલ, મીનાક્ષીબેન રાયઠઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કર્મભાઈ ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular