જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ રસ્તા ઉપર હેઠવાડ નાખવાની ના પાડતા દંપતી સહિત છ શખ્સોએ વૃદ્ધાને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતાં ડાઈબેન કલાભાઈ ભાંભી નામના વૃદ્ધાએ રસ્તામાં હેઠવાડ નાખવાની ના પાડતા મંગળવારે સવારના સમયે હીરા રાઠોડ, ગૌરી હીરા રાઠોડ, રાજુ હીરા રાઠોડ, વિપુલ હીરા રાઠોડ, આરતીબેન, અનિતાબેન સહિતના છ શખસોએ ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે વૃદ્ધાને માર માર્યો હતો. આ બનાવમાં વૃદ્ધાના નિવેદનના આધારે હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે છ શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.