કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રણજીતભાઈ વાળાભાઈ પરમાર નામના 25 વર્ષના કોળી યુવાન રવિવારે રાત્રિના તેમના કાકા મુનાભાઈ પરમાર સાથે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ જ ગામના રહીશ મહેશ કરસનભાઈ વાઘેલા, કરસનભાઈ વાઘેલા તથા રાજુ વાઘેલા નામના ત્રણ શખ્સોએ કાકા-ભત્રીજાને અટકાવી બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે બેફામ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, ફરિયાદી રણજીતભાઈનો મોબાઈલ પણ આરોપીઓએ તોડી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી રણજીતભાઈના ભાઈ યુવરાજ અને આરોપી મહેશ વાઘેલા વચ્ચે થોડા દિવસ પૂર્વે ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 447 તથા 114 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.