Sunday, December 22, 2024
Homeરાજ્યપિતાના ઠપકાથી વ્યથીત બનેલા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

પિતાના ઠપકાથી વ્યથીત બનેલા યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

- Advertisement -

- Advertisement -

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશસિંહ ચંદ્રસિંહ ઝાલા (ઉ.વ.34) નામના યુવાને રવિવારે બપોરે પોતાના ઘરે રૂમની બારીમાં ઈલેક્ટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મૃતક યુવાન કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી તેના પિતાએ કામ-ધંધા કરવા બાબતે ઠપકો આપતા સુરેશસિંહને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાની જાણ મૃતકના પિતા ચંદ્રસિંહ કેશુભા ઝાલાએ દ્વારકા પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular