ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 34 કેસ નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં 9 કેસ નોંધાયા છે. તો અમદાવાદ અને વલસાડમાં 7-7કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 215કેસ એક્ટીવ છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કોરોના શાંત પડ્યા બાદ આજે મોટો ઉછાળો આવ્યો છે. આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,943 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. આજે 3,33,430 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જામનગર શહેર કે જીલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો નથી જે રાહતના સમાચાર છે. પરંતુ લોકોએ હજુ સાવચેત રહેવાની અને માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની જરૂર છે.