યાત્રીઓને સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાને લઇ રેલવે દ્વારા ઓખાથી દિલ્હી સરાઇરોહીલ્લા વચ્ચે સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પે. ટ્રેનની 12 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાઇરોહીલ્લા વિશેષ ટ્રેન પ્રત્યેક મંગળવારે સવારે 10 વાગ્યે ઓખાથી ઉપડી બીજા દિવસે સવારે 10:10 વાગ્યે દિલ્હી સરાઇરોહીલ્લા પહોંચશે. આ ટ્રેન 26 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ જ રીતે ટ્રેન નં. 09524 દિલ્હી સરાઇરોહીલ્લા-ઓખા સ્પે. દિલ્હીથી બપોરે 1:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 27 ઓકટોબરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. આ બંને ટ્રેનો દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી થ્રી-ટાયર, સ્લિપર કલાસ અને સેક્ધડ કલાસ સિટિંગ કલાસ સામેલ છે. ટ્રેનની ટિકિટનું બુકિંગ 15 ઓકટોબરથી શરુ થશે.