લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ શખ્સોને રૂા.14260 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના કડિયાવાડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા શખસને રૂા.10600 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નરેન્દ્ર મારખી કારેણા, ડાડુ હદા ડાંગર, માલદે નાથા કરંગીયા, અમેત હમીર ડાંગર, જયદીપ ધના ગોજિયા, રમેશ ખીમા કરંગીયા, મુકેશ માધા રાઠોડ, ભીમશી લખમણ બડિયાવદરા, ડાયા વલ્લભ સહિતના નવ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14260 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગરના કડિયાવાડમાં વિશ્ર્વકર્મા ચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા ધર્મેન્દ્ર માધવજી ભટ્ટી નામના શખ્સને રૂા.10600 ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વૈભવ ચતવાણી નામના શખ્સની સંડોવણી ખુલતા ફર્લો સ્કવોર્ડે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.