ડો. બાબાસાહેબ આંબેડકરએ 14 ઓકટોબર 1956ના રોજ નાગપુર ખાતે પાંચ લાખ લોકો સાથે બૌધ્ધ ધર્મ અંગીકાર કરી ચલો બુધ્ધ કી ઔરનું આહવાન કર્યું હતું.
જેના અનુસંધાને ધર્મભૂમિ શ્રેષ્ઠ જીવન કી ઔર રાષ્ટ્રીય સંગઠન દ્વારા આજરોજ જામનગરના વિશ્વ શાંતિ બૌધ્ધવિહાર ખાતે 47 જેટલા લોકોએ ધમ્મદિક્ષા ગ્રહણ કરી હતી. આ તકે મુખ્ય મહેમાન તરીકે મિલીનભાઇ બૌધ્ધ, હરપાલભાઇ, કુમારભાઇ બૌધ્ધ તથા જીતુભાઇ બૌધ્ધ ઉપસ્થિત રહ્યાં હતાં.