ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા 5 થી 9 ઓકટોબર દરમિયાન ગુજરાત સ્ટેટ લેવલની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સેવન સ્ટાર એકેડમી આણંદની સાથે જામનગરના 6 થી 7 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં નુપુર કોટેચા, આર્યન કોટક, વર્મા, આંબલીયા ભાઇ-બહેને આ સ્પધાૃમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં આણંદની વિખ્યાત 7 સ્પોર્ટસ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને નોંધનીય પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર-19માં અદિતા રાવએ સમગ્ર સ્ટેટમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે આ જ એકેડમીની ઐશાની તિવારીએ અંડર-17માં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ જ દેખાવને આગળ ધપાવતા માસ્ટર યશ કેસરવાલ તથા માસ્ટર હાર્દિક પનવરએ સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલના હક્કદાર બન્યા હતાં. 7 સ્પોર્ટસ એકેડમીના રમતવીરોને અમરીશ શિંદે, પુરુષોતમ અવાટે અને ભાવિન જાદવ તરફથી કોચિંગ મળ્યું હતું.
ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી મયૂર પરીખ, ગુજરાત સ્ટેટના ચીફ રેફરી તેહમાસ સુરતી, જીબીએ અને એડીબીએના હોદ્ેદારો અને 7 સ્પોર્ટસ એકેડમીના મેનેજમેન્ટએ વિજેતા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી. દિવસોમાં આ એકેડમીના રમતવીરો સ્ટેટ અને નેશનલ લેવલે પોતાનું કૌશલ્ય બતાવી ચરોત્તર અને ગુજરાતનું નામ રોશન કરશે.