Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય‘આકાશ’માં ટાટા સામે બાથ ભીડશે ઝુનઝુનવાલા

‘આકાશ’માં ટાટા સામે બાથ ભીડશે ઝુનઝુનવાલા

ઝુનઝુનવાલાની ‘આકાશએર’ ને ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી : આગામી વર્ષે શરૂ થઇ શકે છે હવાઇ સેવા

- Advertisement -


ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝૃુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 202ર ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેકટરમાં ઉતરી રહેલી 514% એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

- Advertisement -


લો કોસ્ટ કેરિયર એક નો ફિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ કલાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિયા આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી. એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકારો અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular