જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી પર આતંકી હુમલાની ઘટના બાદ સેનાએ મોટી કાર્યવાહી હાથધરી ખીણમાંથી પથ્થરબાજો અને ભારત વિરોધી તત્વોની ધરપકડ તેમજ 70 યુવાઓની શ્રીનગરમાં ધરપકડ કરાઈ છે. સપ્તાહ દરમ્યાન 5 સામાન્ય નાગરિકોની હત્યા બાદ ખીણ સહિત સમગ્ર કાશ્મીરમાં 570 લોકોની ધરપકડ કરાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં એક સપ્તાહ દરમ્યાન 5 નિર્દોષ નાગરિકોને લક્ષ્ય બનાવીને હત્યા કર્યા બાદ એલજી મનોજ સિન્હાએ ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત પછી ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓના ટોપ એક્સપર્ટને કાશ્મીર મોકલી દેવાયા છે. આ દરમિયાન સીઆરપીએફ પર પણ એક સામાન્ય નાગરિકનો જીવ લેવાનો આરોપ લાગ્યો છે. આમ તો આતંકીઓ વિરૂદ્ધ નિયમિત અભિયાન કોવિડ લહેર દરમિયાન પણ ચાલુ રહ્યુ, પરંતુ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર વિરૂદ્ધ એક મોટો હુમલો શરૂ થવાની આશા છે. આંકડા અનુસાર આ વર્ષે કાશ્મીરમાં ઓછામાં ઓછા 25 નાગરિક પૈકીના ત્રણ બિન સ્થાનિક હતા અને બે કાશ્મીરી પંડિત તથા 18 મુસલમાન હતા. સૌથી વધારે હુમલા શ્રીનગરમાં થયા જ્યાં 10 એવી ઘટનાઓ બની હતી. જે ઘટના બાદ પુલવામા અને અનંતનાગમાં ચાર-ચાર ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી અનુસાર લઘુમતી દહેશતની સ્થિતિમાં છે અને કેટલાક 50-60 બિન-પ્રવાસી કાશ્મીરી પંડિત પરિવારોના આગામી 24 કલાકમાં દક્ષિણ કાશ્મીરથી જમ્મુ જવાની સંભાવના છે. સૂત્રો અનુસાર આમાંથી મોટાભાગના પરિવારોની પાસે જમ્મુમાં આવાસ છે.


