સંયુક્ત આરબ એમિરેટ્સ દુબઇ ખાતે આયોજિત દુબઇ એક્સ્પો ખાતે વર્ચ્યુઅલી સંબોધન કરતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ ઔદ્યોગિક સિસ્ટમને વધુ મજબૂત કરશે. આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત આ નવી ઔદ્યોગિક નીતિ થકી આશરે રૂ. 40,000 કરોડના પ્રોત્સાહનો આગામી પાંચ વર્ષમાં ઉદ્યોગગૃહોને આપશે. કોરોના બાદ જે ઉદ્યોગો રિલોકેટ થવા માગે છે તેમના માટે ગુજરાત બેસ્ટ ચોઇસ બની રહે તે માટે આ નીતિ મહત્ત્વની બની રહેશે. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન 52 ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે. જેમાં ધોલેરા સ2 સૌથી મોખરે છે.
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મેક ઇન ઇન્ડિયાને વધુ સફ્ળ બનાવવા પીએલઆઇ યોજના લાગુ કરી છે જે દેશની જીડીપીમાં અને નિકાસમાં વધારો કરશે. ગુજરાત સરકારે પીએલઆઇ હેઠળ 13 ક્ષેત્રો નિર્ધારિત ર્યા છે તેમાં રાજ્યમાં ઉત્પાદન ક્ષેત્ર માટે માળખુ અભતપૂર્વ ઉમેરો કરશે. નિકાસ ઇન્ડેક્સ 2020, સ્ટાર્ટ અપ રેન્કિંગ 2019 અને નેશનલ લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સ 2019માં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. નીતિઆયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2019 પ્રમાણે ગુજરાત દેશમાં સ્કીલ મેનપાવર ધરાવનાર રાજ્યોમાં બીજા સ્થાને છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી 13,000 વોટની ક્ષમતા ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ધોલેરા સરને વિશ્વનું સૌપ્રથમ ઔદ્યોગિક કેન્દ્ર બનાવવાનું સ્વપ્ન જોયુ હતું. આશરે 920 ચોવારના વિસ્તારમાં ફેલાયેલાં ધોલેરા સિટી 22 ગામડાઓને આવરી લે છે. નજીકના ભાવિષ્યમાં અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ વેથી જોડાશે. જ્યારે એરપોર્ટ 2024 સુધીમાં કાર્યરત થઇ જશે.
જામનગર સહિત રાજયના ઉદ્યોગોને સરકાર રૂા.400 અબજના પ્રોત્સાહન આપશે: મુખ્યમંત્રી
દુબઇ એકસ્પોમાં ભુપેન્દ્ર પટેલનું વર્ચ્યૂઅલ સંબોધન