Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયમહિનાનાં અંતે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના

મહિનાનાં અંતે પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે તેવી સંભાવના

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાત આવી શકે છે. બે દિવસના ગુજરાત પ્રવાસનું પીએમ મોદીનું આયોજન છે. 31 ઓકટોબરે સરદાર પટેલની જયંતી છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. જો કે 30 ઓક્ટોબરે જ મોદી ગુજરાત આવી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કેવડિયામાં નવા પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન પણ છે. રાજ્યમાં અન્ય કાર્યક્રમ કરવા કે કેમ તે અંગે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. હાલ પીએમ મોદીના પ્રવાસને લઇને કેવડિયામાં તંત્ર તૈયારીઓમાં લાગ્યું છે. મહત્ત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ દર વર્ષે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં નોંધવું ઘટે કે, ગઇકાલે ગુરૂવારે નરેન્દ્ર મોદીના શાસનનાં 20 વર્ષ પૂર્ણ થયા છે. આજથી 20 વર્ષ પહેલાં 7 ઓકટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમણે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular