Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવક ઉપર સાળા-બનેવી દ્વારા હુમલો

જામનગર શહેરમાં યુવક ઉપર સાળા-બનેવી દ્વારા હુમલો

જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલવાની ના પાડતા મિત્ર અને તેના બનેવીએ કડા અને છરીના ઘા ઝીંકયા : જાતિ પ્રત્યે અપમાનિત કર્યા : પોલીસે બન્ને પક્ષની સામ-સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી

જામનગર શહેરમાં વામ્બે આવાસમાં કેફી પ્રવાહી પીતા બે મિત્રો વચ્ચે બોલાચાલી થતા એક શખ્સ અને તેના બનેવીએ મિત્રને અપશબ્દો બોલી કડાના બે ઘા માથામાં મારી નાશી ગયયો હતો. ત્યારબાદ જી.જી.હોસ્પિટલમાં ઘવાયેલા મિત્ર અને તેની માતા પોલીસ ફરિયાદ કરવા જતા હતાં ત્યારે બન્ને શખ્સોએ ફડાકા મારી છરીનો એક ઘા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ સામા પક્ષે યુવાન ઉપર તેના મિત્રએ હુમલો કર્યાનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતાં બાબુ રવજી જેપાર નામના યુવાનની જ્ઞાતિ વિશે તેના મિત્ર આમીન ફકીરમામદ મંદેરા અપશબ્દો બોલતો હતો જેથી બાબુએ જ્ઞાતિ વિશે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આમીન મંદેરાએ બાબુના માથામાં કડાના બે ઘા ઝીંકયા હતાં અને ત્યારબાદ ત્યાંથી નાશી ગયો હતો. બાદમાં ઘવાયેલો બાબુ તેની માતા કંકુબેન સાથે પોલીસમાં ફરિયાદ કરવા જતાં હતાં ત્યારે હનુમાન ચોકી પાસે આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે આમીન મંદેરા અને તેનો બનેવી આરીફ મુસા બન્ને બાઈક પર આવ્યા હતાં અને આરીફે બાબુને બે ફડાકા માર્યા હતાં અને આમીને બાબુના વાસામાં છરીનો એક ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી તેમજ બન્નેએ જાતિ વિષયક અપમાનિત કર્યો હતો. આ બનાવની જાણ કરતા ડીવાયએસપી એમ.વી. સોલંકી તથા સ્ટાફે બાબુના નિવેદનના આધારે આમીન અને તેના બનેવી આરીફ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ સામા પક્ષે આમીન મંદેરાએ નોંધાવેલી ફરિયાદમાં આમીન અને બાબુ રવજી જેપાર બન્ને એ આવાસમાં કેફી પ્રવાહી પીતા હતાં તે દરમિયાન બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થવાથી આમીને બાબુની જ્ઞાતિ વિષે અપશબ્દો બોલતા બાબુએ ઉશ્કેરાઈને આમીનના માથામાં કડાના બે ઘા ઝીંકી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે બાબુ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular