આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા ચોટીલા ડુંગર પર ડીજીટલ લેઝર શો નું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રીના સમયે ભક્તો ડુંગર ઉપર અદ્ભુત શણગાર જોઈ શકશે અને લેઝર દ્વારા માતાજીની પ્રતિકૃતિ નિહાળી શકશે. લાઈટના કારણે ડુંગરની સુંદરતામાં વધારો થશે. જેનો એક વિડીઓ પણ સામે આવ્યો છે. ચોટીલા ડુંગર પર દરરોજ માતાજીના નવલા શણગાર તથા ખાસ ઈફેક્ટ લેઝર શો ની સાથે ડુંગર તેમજ મંદિર ગર્ભગૃહ મંદિરમાં આબેહુબ બ્રહ્માંડની પ્રતીતિ ભક્તો કરી શકશે.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર નવલાં નોરતા પર લેઝર લાઈટનો ઉપયોગ કરી ડિજિટલ લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે રાત્રિના સમયે ડુંગર પર લાઈટના અભાવે લોકો ડુંગર નિહાળી નથી શકતા. પરંતુ, ડિજિટલ લેઝર શોના કારણે હવે ભક્તો ડુંગર પર માતાજીની પ્રતિકૃતિ નિહાળી શકશે.