Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરલાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા દ્વારા તળાવ સફાઈ અભિયાન

લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા દ્વારા તળાવ સફાઈ અભિયાન

કલબના સદસ્યો અને સફાઈકર્મીઓએ તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરી સપ્તાહની કરી ઉજવણી

- Advertisement -

જામનગરમાં આજે 2 ઓક્ટોમ્બર ગાંધી જ્યંતી અને વાઈલ્ડલાઈફ વિકના પ્રારંભે લાખોટા નેચર કલબ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રણમલ તળાવ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હોય હતા ત્યારે આજે તેમની જન્મ જયંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછળના ભાગે તળાવનો અમુક ભાગ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, તેમજ અરુણ રવિ, સંજય પરમાર, જીત સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, રૂદ્ર નાખવા વિગેરે હાજર રહી મહાનગરપાલિકાના સફાઈ કર્મી ઓ સાથે અભિયાન પૂર્ણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular