Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોએ પ્રસિધ્ધ કરી વધુ એક નિયમાવલી : અમલવારીનું શું…?

જામ્યુકોએ પ્રસિધ્ધ કરી વધુ એક નિયમાવલી : અમલવારીનું શું…?

વાંચો...શેના માટેની છે આ નિયમાવલી

- Advertisement -

ભારત સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2021 અંતર્ગત નવા નિયમોનું જામનગર શહેરમાં અમલીકરણ કરવા માટે મ્યૂ.કમિશનર વિજયકુમાર ખરાડીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે મુજબ 30 સપ્ટેમ્બર 2021થી 75 માઇક્રોનથી ઓછી જાડાયવારા પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વપરાશ, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ઉપરાંત ઉપયોગમાં લેવાતી નોન-વુવન પ્લાસ્ટિક કેરી બેગનું વજન 60 ગ્રામ પ્રતિ ચો.મી.થી ઓછું ન હોવું જોઇએ.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર આગામી 31/12/2022થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ વારા પ્લાસ્ટિકના ઉત્પાદનો અને ઉપયોગ પ્રતિબંધિત રહેશે. તેમજ 01/07/2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક થર્મોકોલ અને એકસ્પાનડેડ પોલીસ સ્ટીરીન કે તેમાથી બનાવવામાં આવતી ચીજવસ્તુઓ જેવી કે, કાન સાફ કરવાના બડઝ, ફુગાની સ્ટીક, પ્લાસ્ટિકના ઝંડા, કેડિસ્ટીક, આઇક્રિમ સ્ટીક, પ્લાસ્ટિક પ્લેટ, કપ, ગ્લાસ, કટલેરી, ચમચી, ચાકુ, સ્ટ્રો, ટ્રે, પેકિંગ માટેની ફિલ્મ, પ્લાસ્ટિકની આમંત્રણ પત્રીકા, સિગારેટ પેકેટ, 100 માઇક્રોનથી નીચેના પીવીસીના બેનર્સ, સ્ટીકર્સ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે જીપીએમસી એકટ અંતર્ગત તેમજ સીઆરપીસી અંતર્ગત ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -

તંત્ર દ્વારા છાસવારે જૂદાં-જુદાં નિયમો અંગે જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે. પરંતુ તે માત્ર ફાઇલોની શોભા બનીને રહી જાય છે. ત્યારે જામ્યુકોએ પર્યાવરણ સુધારણા માટે પ્રસિધ્ધ કરેલાં આ જાહેરનામાની અમલવારી થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular