રાજકોટ તાલુકાના લોઠડા ગામમાં રહેતા વૃદ્ધ કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસેથી તેની બાઇક પર પસાર થતા હતા તે દરમિયાન બાઇક આડે કુતરુ ઉતરતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના લોઠડા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા હેમંતભાઈ વિઠ્ઠલભાઈ પરમાર (ઉ.વ.66) નામના વૃધ્ધ ગત તા.27 ના સોમવારે બપોરના સમયે તેની બાઈક પર તેના સંબંધીના ઘરે જતા હતાં તે દરમિયાન કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસેથી પસાર થતા હતાં ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરુ ઉતરતા કાબુ ગુમાવી દેતા સ્લીપ થઈ જતા અકસ્માતમાં વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર રાજુભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
કાલાવડના આણંદપર નજીક બાઈક આડે કુતરુ ઉતરતા વૃધ્ધનું મોત
સોમવારે બાઈક સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઇજા : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી