Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરછલકાઇ રહ્યાં છે જામનગર જિલ્લાના 25 પૈકી 23 જળાશયો

છલકાઇ રહ્યાં છે જામનગર જિલ્લાના 25 પૈકી 23 જળાશયો

- Advertisement -

જામનગર જિલ્લામાં ગઇકાલે બુધવારે વરસેલા નવ ઇંચ સુધીના ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલાં રપ પૈકી 23 જળાશયો ફરીથી છલકાઇ ગયા છે. પહેલેથી જ છલોછલ ભરેલાં જળાશયોમાં વરસાદી પાણી ઠલવાતાં આ તમામ પાણી નદીમાં છોડવાની તંત્રને ફરજ પડી છે. જિલ્લાના આજી-4, રંગમતિ, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, ફુલઝર કોબા, ઉમિયાસાગર જળાશયોના દરવાજા 1 થી 7 ફુટ જેટલા ખોલીને પાણી છોડવામાં આવતા નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી હતી. હજુ પણ જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાઇ રહ્યા છે. જામનગરને પાણી પુરૂં પાડતાં રણજીતસાગર અને સસોઇ પણ ફરીથી છલકાયા છે. જયારે ઉંડ-1માંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ આજનો દિવસ ભારે વરસાદની સંભાવના હોય તંત્ર દ્વારા જળાશયોના નીચાણવાળા વિસ્તારમાં આવેલાં ગામોના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ચંગા પાસે આવેલા રંગમતિ ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા રંગમતિ નદીમાં પણ પુર આવ્યું છે. દરેડ પાસેનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જયારે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ નદીના પાણી ઘૂસી આવ્યા હતા. જો કે, 15 દિવસ પહેલાં સર્જાયેલી સ્થિતિ જેવી સ્થિતિ આ વખતે નિર્માણ પામી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular