Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરવરસાદથી થયેલ નુકસાનનું પુરતું વળતર આપવા રજૂઆત

વરસાદથી થયેલ નુકસાનનું પુરતું વળતર આપવા રજૂઆત

- Advertisement -

જામનગર જીલ્લામાં તાજેતરમાં થયેલ વરસાદ થી ખેડૂતોને થયેલ નુકશાન અંગે પૂરતા પ્રમાણ માં વળતર આપવા જામનગર જીલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરાઈ છે.

ચાલુ વર્ષે શરૂઆતમાં વાવતેર કર્યુ ત્યારબાદ સમયસર પુરો વરસાદ ન થતા પાક નિષ્ફળ જતા તેમાં ખેડૂતોને વાણી ખર્ચ પેટે એકરે 25 હજાર રૂપિયો થયો હતો. ત્યારબાદ અતિભારે વરસાદ અને પૂરના કારણે ખૂબ જ પાણી ફરીવળતા જમીન ધોવાણ થતા અંદાજ આવી શકે તેમ નથી તેટલું નુકસાન થયું છે. પશુધન ઘરવખરી ખેત ઉત્પાદન તેમજ દીકરીના કરિયાવરના કપડા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આથી ખેડૂતોના પાક ધીરાણ લોન માફ કરી નવું ધીરાણ આપવામાં આવે અને પાક નિષ્ફળ જતા એકરે 25 હજાર 10 એકરની મર્યાદામાં આપવા, જમીન ધોવાણમાં આધુનિક મશીનરીથી માટી પુરાણ કરી દેવા આયોજન કરવામાં આવે જે ખેતરોમાં માટી પુરાણ કરવા જે ખર્ચ થાય તે એકરના બજાર ભાવે જેટલા ટન માટી નાખે એટલું વળતર આપવા, પશુધનમાં હાલ બજાર ભાવે વેચાતા તે ભાવ નકકી કરવા, મકાન સહાય પણ મકાન બનાવી શકે એ પ્રમાણે વળતર આપવા, ઘર વખરી સહાય પણ જેટલી ઘરવખરી પલળી હોય અનાજ કાપડ મરી મસાલા ખેત ઉત્પાદન એ તમામ ધ્યાન ઉપર લઇ અને પૂરુ વળતર આપવા, મજદૂરોને જ્યારથી વરસાદ વરસ્યો ત્યારથી આજદિન સુધી કોઇ રોજગારી મળી નથી તો તેઓને પણ સહાય આપવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular