મીઠાપુરથી આશરે બાર કિલોમિટર દૂર ગઢેચી ગામેથી વહેલી સવારે પસાર થતી જીજે-03-એચકે-9498 નંબરની સફેદ કલરની ઈક્કો કારને સ્થાનિક પોલીસે અટકાવી, ચેકીંગ કરતા આ કારમાં છુપાવીને રાખવામાં આવેલી 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 48,000 ની કિંમતની 96 બોટલ વ્હિસ્કી, રૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો કાર તથા રૂા. 3,500 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂા. 2,01,500ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા ગઢેચી ગામના ઓઘડભા બુધાભા સુમણીયા (ઉ.વ. 26), જામનગર જિલ્લાના સિક્કા ગામે રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામના રહીશ ગઢવી રામ ડાવા રૂડાચ (ઉ.વ. 36) તેમજ જામનગર ખાતે રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભટ્ટ ગામના રહીશ જેઠા નાગસી મોવાણીયા (ઉ.વ. 29) નામના ત્રણ શખ્સોની પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ અટકાયત કરી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.