જામનગરમાં કોરોનાકાળમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા.ત્યારે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે જામનગર જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા વિવિધ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે તા. 26ના રોજ નવાગામઘેડ વિસ્તારમાં મહાદેવના મંદિરમાં નિ:શુલ્ક ગાયત્રી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 15 થી 20 જેટલા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો જોડાયા હતા.