Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર દાઉદી વ્હોરા મોટી જમાત દ્વારા પૂરગ્રસ્ત લોકોને સહાય

જામનગર દાઉદી વ્હોરા મોટી જમાત દ્વારા પૂરગ્રસ્ત લોકોને સહાય

- Advertisement -

જામનગરમાં દાઉદી વ્હોરા સમુદાયે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે પ્રોજેકટ રાઇઝ રિલિફ પ્રોગ્રામ શરૂ કયો! છે. સર્વે સમાજના પૂર પીડીતોને રાંધેલ ભોજન, સુકારાશન અને ઘરવપરાશની જરૂરીયાતો આપવા માટે તાજેતરમાં સમુદાય દ્વારા રાહત શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં મેયર બિનાબેન કોઠારી, એએસપી નિતેશભાઈ પાંડેય,પીઆઈ જલુ અને જામનગરના દાઉદી વ્હોરા સમુદાયના વડા આમીલ મુસ્તાઅલીભાઈ મોહ્યુદીનભાઈ આ કેમ્પમાં હાજર હતા.

દાઉદી વ્હોરા સમાજના વડા આમીલ મુસ્તાઅલીભાઈ મોહયુદદીને કહયું કે, ઓછા ભાગ્યશાળીઓ પ્રત્યે દયા બતાવવી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી એ અમારા ધમ/ગુરૂ્ હીઝ હોલીનેશ સૈયદના મૃફદદલ સૈફુદીનના માર્ગદર્શકન સિધ્ધાંતો છે. ભારે વરસાદને કારણે જામનગરના કેટલાક વિસ્તારોમાં વિક્ષેપ પડયો છે.જેના કારણે કાલાવડનાકા બહાર અને નાગેશ્વર આસપાસના વિસ્તારોમાં ઘણા પરિવારો ખોરાક અને પાણી વગરના હતા. જરૂરિયાતના આ સમયમાં સ્વયંમસેવકો આ પરિવારોને ટેકો આપવા માટે વિવિધ પ્રદેશોમાંથી સંશાધનો એકત્રિત કરી રહયા છે. સ્વયંમસેવક ટીમો અને સંગઠનોને શક્ય તેટલા પરિવારોને મદદ કરવા માટે અવિરત સેવા આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular