જામનગર શહેરના ભીમવાસ થી મહેશ્વરીનગર તરફ ચાલી જતાં પ્રૌઢાના ગળેમાં પહેરેલો સોનાનો ચેઈન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ચીલઝડપ કરી નાશી ગયા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે આવેલામહેશ્વરીનગરમાં રહેતા વિનાબેન કિશોરભાઈ પરમાર નામના પ્રૌઢા ગુરૂવારે સાંજના સમયે ભીમવાસથી મહેશ્વરીનગર તેના ઘર તરફ પગે ચાલીને જતાં હતાં તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ રૂા.8500 ની કિંમતનો 12 ગ્રામ વજનના સોનાના ચેઈનની ચીલઝડપ કરીને ગણતરીની સેકંડોમાં જ પલાયન થઈ ગયા હતાં. બાદમાં પ્રૌઢાએ નોંધાવેલી ફરિયાદના આધારે એએસઆઈ એ.બી. ચાવડા તથા સ્ટાફે બે અજાણ્યા બાઈક સવારો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ
રૂા.8500 ની કિંમતનો 12 ગ્રામ વજનના સોનાના ચેઈનની ચીલઝડપ