Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરદુકાનનો સામાન વરસાદમાં પલળી જતા માનસિક બીમાર યુવાનની આત્મહત્યા

દુકાનનો સામાન વરસાદમાં પલળી જતા માનસિક બીમાર યુવાનની આત્મહત્યા

શુક્રવારે બપોરે તેના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : જામનગરમાં યુવકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

- Advertisement -

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતા માનસિક બીમાર યુવાનનું વરસાદને કારણે દુકાનનો માલ સામાન પલળી જતાં તેની ચિંતામાં શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના સાંઢીયા પુલ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકે આપઘાત કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીમાં રહેતાં ગુલામ રસુલભાઈ ગુલાન હુશેન કાદરી (ઉ.વ.43) નામના યુવાનને કરિયાણાની દુકાન હતી અને 2011 થી માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. દરમિયાન હાલમાં જ પડેલા ભારે વરસાદને કારણે તેની દુકાનમાં પાણી ભરાવાથી કરિયાણાનો સામાન પલળી ગયો હતો તે બાબતની ચિંતામાં શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની પત્ની રૂકસાનાબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતો સતિષ હસમુખભાઈ પારજીયા (ઉ.વ.20) નામના યુવકે શુક્રવારે સાંજના સમયે સાંઢીયા પુલ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ કોઇ કારણસર ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના ભાઈ ભુપત દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular